flight

india will not start commercial flight to kabul: ભારત કાબુલની ફ્લાઈટ શરૂ કરશે નહીં, વાંચો શું છે મામલો?

india will not start commercial flight to kabul: કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલા બાદમાં રન વે થી લઈને હેંગર અને એર ટ્રાફિક કંટ્રોલ રૂમ સહિત એરપોર્ટનો મોટાભાગનો એરિયા ધ્વસ્ત થઈ ગયો હતો

નવી દિલ્હી, 30 સપ્ટેમ્બરઃ india will not start commercial flight to kabul: અફઘાનિસ્તાનની તાલિબાની સરકાર તરફથી સમગ્ર દુનિયાના દેશમાં પત્ર લખીને કમર્શિયલ ફ્લાઈટને શરૂ કરવાની ભલામણ કરવામાં આવી રહી છે. એવી જ ભલામણ ભારતને પણ કરવામાં આવી છે પરંતુ ભારતે હાલ તેની પર કોઈ પણ જવાબ આપ્યો નથી. જાણકારી અનુસાર હાલ ડીજીસીએ એ કાબુલ માટે કમર્શિયલ ફ્લાઈટ ના ચલાવવાનો નિર્ણય કર્યો છે કેમ કે ભારત હજુ અફઘાનિસ્તાનના સંબંધોને લઈને વેટ એન્ડ વૉચની સ્થિતિમા છે.

નોંધનીય છે કે, 15 ઓગસ્ટે અફઘાનિસ્તાનમાં થયેલા બળવા બાદ તાલિબાનીઓએ સમગ્ર દેશમાં કબ્જો કરી લીધો. આ સાથે સમગ્ર વિશ્વમાંથી અફઘાનિસ્તાનનો રાજદ્વારી સંપર્ક કપાઈ ગયો. જોકે કેટલાક દેશ પોતાના દૂતાવાસોને અફઘાનિસ્તાનમાં ચલાવી રહ્યા હતા પરંતુ હવાઈ માર્ગના માધ્યમથી અફઘાનિસ્તાનનો સમગ્ર દુનિયાથી સંપર્ક કપાઈ ગયો.

આ પણ વાંચોઃ pm poshan scheme: મધ્યાહન ભોજનનું નામ બદલવા પર વિપક્ષે કહ્યું- ફક્ત નામ બદલવાથી લોકોને શું ફાયદો, સરકારે ગણાવ્યા લાભ- વાંચો વિગત

કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલા બાદમાં રન વે થી લઈને હેંગર અને એર ટ્રાફિક કંટ્રોલ રૂમ સહિત એરપોર્ટનો મોટાભાગનો એરિયા ધ્વસ્ત થઈ ગયો હતો. અફઘાનિસ્તાનના સિવિલ એવિએશન વિભાગની માહિતી અનુસાર તુર્કી અને કતારના એરપોર્ટ વિશેષજ્ઞોએ સમગ્ર એરપોર્ટને બનાવીને તૈયાર કરી દીધા છે. અફઘાનિસ્તાને દુનિયાભરના દેશો સાથે સંપર્ક કરીને કાબુલ માટે કમર્શિયલ ફ્લાઈટ શરૂ કરવા માટે પત્ર લખવાના શરૂ કરી દીધા.

આ સમયમાં અફઘાનિસ્તાને ભારતના ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિએશનને પણ પત્ર લખીને કાબુલની કમર્શિયલ ફ્લાઈટ (india will not start commercial flight to kabul) શરૂ કરવાની ભલામણ કરી પરંતુ તાલિબાનની આ ભલામણ પર હાલ કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી. સૂત્રો અનુસાર હાલ ભારતમાંથી અફઘાનિસ્તાનની કમર્શિયલ ફ્લાઈટ શરૂ કરવાનો કોઈ મતલબ નથી. ભારત અને અફઘાનિસ્તાનના સંબંધોને ચલાવવા માટે કોઈ પણ રીતનો કોઈ કૂટનીતિક રોડ મેપ તૈયાર થયો નથી.

Whatsapp Join Banner Guj