IRCTC WEBSITE edited

ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા નવા વર્ષ માટે ખાસ ચાર સ્પેશિયલ પેસેન્જર ટ્રેનો ચલાવવાની પહેલ

IRCTC WEBSITE edited

અમદાવાદ,10 ડિસેમ્બરઃ ભારત સરકારની પહેલ ” લોકલ ફોર વોકલ” અને રેલવે મંત્રાલયના સહયોગથી ફરી એકવાર મુસાફરોની ભારે માંગને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC), રિજિનલ ઓફિસ અમદાવાદ દ્વારા નવા વર્ષ માટે ખાસ ચાર વિશેષ પ્રવાસી ટ્રેનો ચલાવવાની પહેલ  કરવામાં આવી છે. IRCTC મેનેજર શ્રી અનિલ ગોયલ અને શ્રી એમ.એચ.ખાને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે IRCTC ફેબ્રુઆરી ૨૦૨૧ માં બે પિલગ્રીમ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન અને માર્ચ ૨૦૨૧ માં બે ભારત દર્શન ટ્રેનો ચલાવે છે. આ તમામ ટ્રેનો રાજકોટથી શરૂ થશે અને રાજકોટ પરત આવશે.

આ યાત્રા બહુજ કિફાયતી ટિકિટ માં ઉપલબ્ધ છે. જેમાં ટ્રેન મુસાફરી, ભોજન (નાસ્તો, બપોરના ભોજન અને રાત્રિભોજન), માર્ગ પરિવહન માટેની બસની વ્યવસ્થા, ધર્મશાલા આવાસ અને ટૂર એસ્કોર્ટ, ટૂર ગાઇડ કોચ, સુરક્ષા ગાર્ડની સુવિધા, સફાઈકામદારોની સુરક્ષા અને અનાઉન્સમેન્ટ ની સુવિધા ઉપલબ્ધ રહેશે. www.irctctourism.com પર તેની માહિતી અને ટિકિટ ઓનલાઇન બુકિંગ સુવિધા ઉપલબ્ધ છે અને મુસાફરો અમદાવાદ, વડોદરા અને રાજકોટ ઓફિસ અને અધિકૃત એજન્ટો પાસેથી પણ બુક કરાવી શકશે.

whatsapp banner 1

શ્રી એમ.એચ. ખાને એમ પણ કહ્યું હતું કે કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને, મુસાફરી શરૂ કરતા પહેલા તમામ મુસાફરોને મુસાફરોની સલામતી માટે થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવશે. મુસાફરોને કોરોના સુરક્ષાની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. ટ્રેનના કોચ અને મુસાફરોના સામાનને સેનેટાઈઝ કરવામાં આવશે. જો કોઈ મુસાફર અસ્વસ્થ હોય તો એક અલગ કોચની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

મુસાફરોના બજેટને ધ્યાનમાં રાખીને રાહત દરે  IRCTC ફેબ્રુઆરી 2021 અને માર્ચ 2021 માં  ચાર ટ્રેન પ્રવાસની માહિતી  નીચે મુજબ છે :

પ્રવાસની વિગતો મુસાફરીની તારીખદર્શન સ્થળપેકેજ ટેરિફ: – ((જીએસટી સહિત)  સ્ટાન્ડર્ડ                    (SL)  અને   કમ્ફર્ટ  (3 AC)
દક્ષિણ દર્શન પિલગ્રીમ વિશેષ ટ્રેન (WZPSTT03A)14.02.2021 થી 25.02.2021 સુધીનાસિક,  ઔરંગાબાદ, પરલી, કુર્નૂલ ટાઉન, રામેશ્વરમ, મદુરાઇ, કન્યાકુમારીRS.11,340/- ઉપલબ્ધ બર્થ  -330RS.18,900/- ઉપલબ્ધ  બર્થ  – 350
નમામી ગંગે  પિલગ્રીમ વિશેષ ટ્રેન (WZPSTT04)27.02.2021 થી 08.03.2021   સુધીવારાણસી, ગયા, કોલકાતા, ગંગા સાગર, પુરી,RS.9,450/- ઉપલબ્ધ  બર્થ  -330RS.15,750/- ઉપલબ્ધ  બર્થ  – 350
કુંભ હરિદ્વાર ભારત દર્શન (WZBD297)06.03.2021 થી 14.03.2021  સુધીમથુરા, હરિદ્વાર,  ઋષિકેશ, અમૃતસર, વૈષ્ણોદેવીRs. 8,505/- ઉપલબ્ધ  બર્થ   -800Rs. 10,395/- ઉપલબ્ધ  બર્થ  -64
દક્ષિણ ભારત  દર્શન   (WZBD298)  20.03.2021 થી 31.03.2021  સુધીરામેશ્વરમ, મદુરાઇ, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, ગુરુવાયુર, તિરૂપતિ, મૈસુરRs. 11,340/- ઉપલબ્ધ  બર્થ  -800Rs. 13,860/- ઉપલબ્ધ  બર્થ  -64

પ્રસ્થાન તારીખ: જાન્યુઆરીમાર્ચ 2021

(1) પ્રાઇડ ઓફ કર્ણાટક

(2) ગ્લીમ્પસીસ ઓફ કર્ણાટક

(3) જ્વેલ્સ  ઓફ કર્ણાટક

આ પણ વાંચો…

નવા સંસદ ભવનનું આજે વડાપ્રધાન મોદી કરશે ભૂમિ પૂજન, સંસદ સભ્યોને મળશે આધુનિક સુવિધા