WhatsApp Image 2020 12 10 at 12.15.40 PM

CM રૂપાણીએ રૂ. ૪૬.૮ર કરોડની ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજનાઓના ઇ-ખાતમૂર્હત કર્યા

WhatsApp Image 2020 12 10 at 12.15.40 PM

ગાંધીનગર,10 ડિસેમ્બરઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ૧ર૮ ગામોની ૩.૭૪ લાખ જનસંખ્યાને પીવાનું શુદ્ધ પુરતું પાણી પુરૂં પાડનારી રૂ. ૪૬.૮ર કરોડની ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજનાના ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા. મુખ્યમંત્રીએ રાજ્યમાં વિશાળ વોટરગ્રીડના નિર્માણથી સૌરાષ્ટ્ર, કચ્છ-ઉત્તર ગુજરાત સહિત અંતરિયાળ ગામો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોચાડવામાં ગુજરાતે અગ્રેસરતા મેળવી છે તેવો સ્પષ્ટ મત આ વેળાએ વ્યકત કર્યો હતો.

પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા જસદણ-વિંછીયાથી વિડીયો કોન્ફરન્સ દ્વારા તેમજ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી આ અવસરના સાક્ષી બન્યા હતા.

whatsapp banner 1

આ સુધારણા યોજનાઓ અન્વયે વિરમગામ, બાવળા અને સાણંદ તાલુકાના પ૪ ગામોને રૂ. રર.૯પ કરોડની સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ આધારિત સુધારણા યોજના, ઝીંઝુવાડિયા બ્રાંચ કેનાલ આધારિત રૂ. ૯.૧૮ કરોડની સુધારણા યોજનામાં વિરમગામ, માંડલ, દેત્રોજના ૪૪ ગામો તેમજ વહેલાલ બ્રાંચ કેનાલ આધારિત રૂ. ૧૩.૮૩ કરોડની સુધારણા યોજનામાં દસક્રોઇના ૩૦ ગામોને લાભ મળશે.   

આ પણ વાંચો…

ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા નવા વર્ષ માટે ખાસ ચાર સ્પેશિયલ પેસેન્જર ટ્રેનો ચલાવવાની પહેલ