Drugs Seized

Man Arrested With Drugs in Ahmedabad: અમદાવાદમાં નશાનો કાળો કારોબાર; એમડી ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ

Man Arrested With Drugs in Ahmedabad: આરોપી પાસેથી ડ્રગ્સનો જથ્થો, રોકડા રૂપિયા, મોબાઈલ ફોન, બેટરીવાળો વજનકાંટો, પ્લાસ્ટિકની ઝીપર બેગ મળીને કુલ 23.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

અમદાવાદ, 08 સપ્ટેમ્બરઃ Man Arrested With Drugs in Ahmedabad: અમદાવાદમાં ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરીના કિસ્સાઓ વધુ પ્રમાણમાં બની રહ્યાં છે. શહેરમાં કોકેઈનની હેરાફેરી પણ શરૂ થઈ ગઈ છે. ક્રાઈમ બ્રાંચે તાજેતરમાં જ 20.36 લાખનું 203 ગ્રામ ડ્રગ્સ પકડી એક આરોપીની ધરપકડ કરી હતી.

હવે શહેરમાં ફરીવાર આજે 22.97 લાખના 229.700 ગ્રામ એમડી ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલા શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓને ડ્રગ્સની ડિલિવરી કરનાર શખ્સ અંગે બાતમી મળી હતી. આ બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓને આરોપી શખ્સને ઝડપી પાડ્યો હતો.

આરોપી પાસેથી ડ્રગ્સનો જથ્થો, રોકડા રૂપિયા, મોબાઈલ ફોન, બેટરીવાળો વજનકાંટો, પ્લાસ્ટિકની ઝીપર બેગ મળીને કુલ 23.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની પુછપરછમાં આ શખ્સે છ મહિનાથી એમડી ડ્રગ્સનું વેચાણ ચાલુ કર્યું હોવાનું જણાવ્યું હતું. રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના દેવલદી ગામમાંથી આ ડ્રગ્સનો જથ્થો લાવીને અમદાવાદના દરિયાપુર અને વટવા વિસ્તારમાં સક્રિય રહેલા પેડલરોને પહોંચાડતો હતો.

પોલીસે શહેરમાં પેડલરોની શોધખોળ શરૂ કરી દીધી છે. આરોપી સામે શહેરમાં કારંજ, વેજલપુર, કાલુપુર,રામોલ અને કારંજ પોલીસ સ્ટેશનમાં પણ ગુનાઓ નોંધાયેલા છે.

આ પણ વાંચો… India First UPI ATM: હવે UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડી શકશો, જાણો કેવી રીતે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો