shubham verma Tlyteh1470o unsplash

73 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર લેબર કાયદા(labour act) હેઠળ દેશભરમાં લાગુ કર્યા ઓવરટાઇમના નિયમો, 1લી એપ્રિલથી કાયદો લાગુ થશે- વાંચો સંપૂર્ણ માહિતી

labour act

નવી દિલ્હી, 19 માર્ચઃ નવા લેબર કાયદા(labour act) હેઠળ જો કોઈ પણ કર્મચારી પાસે 15 મિનિટથી વધુ કામ કરાવવામાં આવ્યું, તો કંપનીએ ઓવરટાઇમ ચૂકવવો પડશે. ડ્રાફ્ટ મુજબ કામના કલાકો વધીને 12 થશે. મોદી સરકાર આ નવા નિયમોને 1 એપ્રિલ 2021 થી દેશભરમાં લાગુ કરવાની તૈયારીમાં છે. નોંધપાત્ર વાત એ છે કે દેશના 73 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આ રીતે શ્રમ કાયદામાં બદલાવ કરવામાં આવી રહ્યો છે. સરકારનો દાવો છે કે તે એમ્પ્લોયર અને કામદારો બંને માટે ફાયદાકારક સાબિત થશે.

ADVT Dental Titanium

ઓવરટાઇમના નવા નિયમો અનુસાર જો કર્મચારી પાસે કામના કલાકો પછી 15 મિનિટથી વધુ સમય કામ કરવામાં આવે તો તે ઓવરટાઇમ ગણવામાં આવશે. પહેલાં આ સમય અડધો કલાકનો હતો. કર્મચારી કોન્ટ્રેક્ટ પર હોય અથવા સ્થાયી તેના પર પાંચ કલાકથી વધુ કામનું દબાણ ન કરવાની જોગવાઈઓ પણ નક્કી કરવામાં આવી છે. કંપનીએ તેને દર પાંચ કલાકે અડધો કલાકનો બ્રેક આપવો જરૂરી રહેશે. ઉપરાંત, આ બ્રેકનો સમય પણ કામના કલાકોમાં ઉમેરવામાં આવશે. તે જ સમયે, કંપનીઓમાં કર્મચારીઓ માટે કેન્ટીન જરૂરી બનાવવી અને સરકારી યોજનાઓને મજબુત રીતે અમલમાં મૂકવા માટે વેલફેર ઑફિસરની નિમણૂક કરવાના નિયમો નક્કી કરવામાં આવ્યા છે

Whatsapp Join Banner Guj

નોંધનીય છે કે, 1 લી એપ્રિલથી નવો શ્રમ કાયદો (labour act) અમલમાં આવે છે, તો તમે તમારી ગ્રેચ્યુઇટી, પીએફ અને કામના કલાકોમાં મોટો ફેરફાર થશે. કર્મચારીઓના ગ્રેચ્યુઇટી અને પ્રોવિડન્ટ ફંડમાં વધારો થશે. તે જ સમયે, ઑન હેન્ડ સેલરી ઘટશે પરંતુ નિવૃત્તિ પર મળેલા પૈસામાં વધારો થઈ શકે છે. કંપનીઓની બેલેન્સશીટ પણ આની અસર થશે.

આ પણ વાંચો…..

શામળાજી મંદિર(shamlaji temple) દ્વારા લેવામાં આવ્યો મોટો નિર્ણયઃ ટૂંકા વસ્ત્રો પહેરનારને મંદિરમાં નહિ મળે પ્રવેશ- આ નિયમ સ્ત્રી અને પુરુષ બંને માટે લાગુ