રાંધણ ગેસના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જુઓ વિગત

gas

અમદાવાદ, 01 ડિસેમ્બરઃ લોકો રાંધણ ગેસના ભાવમાં વધારો થશે કે ઘટાડો તેની રાહે છે. પરંતુ ડિસેમ્બરમાં પણ રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર થયા નથી. IOCની વેબસાઈટ પર જણાવેલા ભાવ મુજબ દિલ્હીમાં સિલિન્ડરની કિંમતમાં ફેરફાર નથી. દિલ્હીમાં 14.2 કિલોના સબસિડીવાળા ગેસ સિલિન્ડરનો ભાવ 594 રૂપિયા છે.

મુંબઈમાં પણ સબસિડીવાળા ગેસસિલિન્ડરનો ભાવ 594 રૂપિયા જ છે. ચેન્નાઈમાં આ ભાવ 610 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે. જ્યારે કોલકાતામાં 14.2 કિલોના સિલિન્ડરનો ભાવ 620 રૂપિયા છે. જો કે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 56 રૂપિયાનો જેટલો વધારો કરવામાં આવ્યો છે.

whatsapp banner 1

દિલ્હીમાં 19 કિલોગ્રામવાળા સિલિન્ડરનો ભાવ 1241 રૂપિયાથી વધીને 1296 રૂપિયા થયો છે. એટલે કે 55 રૂપિયા જેટલો વધારો થયો છે. જ્યારે કોલકાતામાં 1296થી વધીને 1351.50 રૂપિયા થયો છે.