mask traffic 1024x683 1 edited

Mask rule in gujarat: કોરોનાના કેસ વધતા સરકારે માસ્કને લઈને લીધો મહત્વનો નિર્ણય- વાંચો વિગત

Mask rule in gujarat: જાહેર સ્થળોએ માસ્ક પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજિયાત પાલન કરવાનું રહેશે

ગાંધીનગર, 01 જાન્યુઆરીઃMask rule in gujarat: કોરોનાના કેસો વધતાં સરકારે રાજ્યનાં 8 મહાનગરમાં 7 જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ 11થી સવારના 5 સુધી યથાવત્ રાખ્યો છે, ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા 2 દિવસમાં જ દૈનિક નવા કેસો 500થી વધુ નોંધાઈ રહ્યા છે. ત્યારે હવે સરકારે કોરોના સંબંધિત નિયમોનું ચુસ્ત પાલન કરાવવાનું જાહેરનામું બહાર પાડ્યું છે.

જાહેર સ્થળોએ માસ્ક પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. ઉપરાંત જાહેરમાં થૂંકનારા લોકોને દંડ ફટકારી કડક કાર્યવાહી કરાશે. આ મામલે સંબંધિત જિલ્લા પોલીસ કમિશનર તથા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવાનું રહેશે.

ગઈકાલે આરોગ્યમંત્રીએ રાજ્યનાં 8 શહેરમાં રાતના 11થી સવારના 5 વાગ્યાનો રાત્રિ કર્ફ્યૂ 7 જાન્યુઆરી સુધી યથાવત્ રાખવાની જાહેરાત કરી હતી તેમજ જાન્યુઆરી 2022થી રાજ્યની તમામ કચેરીઓમાં મુલાકાતીઓને તેમને ડબલ ડોઝ વેક્સિનેશન કરાવ્યું છે તેની ખાતરી અને પ્રમાણપત્રના આધારે જ પ્રવેશ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ Gujarat CM statement: ગુજરાતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે નિયંત્રણોને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલનુ મહત્વનુ નિવેદન- વાંચો શું કહ્યું મુખ્યમંત્રીએ?

Whatsapp Join Banner Guj