Natural agriculturist Kajalben

Natural agriculturist Kajalben: પ્રાકૃતિક ખેતી કરવાથી ખર્ચ ઓછો અને ઉત્પાદન વધુ મળે છે : પ્રાકૃતિક કૃષિકાર કાજલબેન વાળા

Natural agriculturist Kajalben: પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતીનો અનુભવ વર્ણવતા નાનાવડાના ખેડૂત

ગીર-સોમનાથ, 15 ફેબ્રુઆરી: Natural agriculturist Kajalben: ગીર-સોમનાથ જિલ્લામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં કોડિનાર તાલુકાના નાનાવાડા ગામના વતની અને પ્રાકૃતિક ખેતી કરતા કાજલબેન વાળાએ પોતાનો પ્રતિભાવ વર્ણવ્યો હતો.

કાજલબેન વાળાએ જણાવ્યું હતું કે, હું ચાર વર્ષથી ત્રણ એકર જમીનમાં શાકભાજી, ઘઉં અને કઠોળની દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું. વર્ષ ૨૦૧૯માં આત્મા દ્વારા આયોજીત શિબિરમાં ભાગ લીધો હતો અને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ પણ મેળવી હતી. મારા ખેતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવીને પહેલા વર્ષે જ ખેતીના ખર્ચમાં ૫૦%નો ઘટાડો થયો હતો અને મારી જમીનની ફળદ્રુપતા પણ વધી હતી.

ITD Velentine celebration: મારી લોકશાહી-મારો વેલેન્ટાઈન’ થીમ પર વેલેન્ટાઈન દિવસની અનોખી ઉજવણી

આજે હું મારા ખેત પેદાશોનું એફપીઓ દ્વારા તેમજ જાહેરાત કરીને વેચાણ કરું છું. જેનાથી ખેતપેદાશોના ભાવો વધુ મળે છે. વધુમાં તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરીને જમીનને બંજર બનતી અટકાવવા અને પર્યાવરણ તેમજ લોકોના સ્વાસ્થ્ય સહિતનું રક્ષણ કરવા ઉપસ્થિત લોકોને અનુરોધ કર્યો હતો.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *