New guidelines for smokers

New Health Warning on the tobacco packet: 1 લી ડિસેમ્બરથી તંબાકુ ઉત્પાદનો પર લખાશે નવી ચેતવણી- વાંચો વિગત

New Health Warning on the tobacco packet: ડિસેમ્બર 2022થી તંબાકુથી નિર્મિત ઉત્પાદનોના પેક પર નવી તસવીર પ્રકાશિત કરવાને મુદ્દે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સૂચના જાહેર કરી છે

નવી દિલ્હી, 29 જુલાઇઃ New Health Warning on the tobacco packet: કેન્સર જેવી જીવલેણ બીમારીનુ મોટુ કારણ બની રહેલા તંબાકુ ઉત્પાદનો વિરુદ્ધ જાગૃતતા વધારવા માટે મોટા પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે. એક ડિસેમ્બર 2022 કે તે બાદ દેશમાં નિર્મિત, આયાત અથવા પેક કરવામાં આવેલા તંબાકુ ઉત્પાદનો પર નવી ચેતવણી લખેલી હશે. 

તંબાકુ ઉત્પાદનોના પેક પર નવી ચેતવણી તરીકે લખેલુ હશે કે ‘તંબાકુ પીડાદાયક મોતનુ કારણ બને છે’ એક ડિસેમ્બર 2022થી તંબાકુથી નિર્મિત ઉત્પાદનોના પેક પર નવી તસવીર પ્રકાશિત કરવાને મુદ્દે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સૂચના જાહેર કરી છે. આ નિયમ એક વર્ષ માટે માન્ય ગણાશે.

આ પણ વાંચોઃ Shreyas Talpade will play the role of Atal Bihari: કંગના રણૌતની ફિલ્મ ઈમરજન્સીમાં અટલ બિહારી વાજપેયીનું પાત્ર આ અભિનેતા ભજવશે

સૂચનામાં એ પણ કહેવામાં આવ્યુ છે કે આગામી વર્ષે 1 લી ડિસેમ્બર 2023એ અથવા તેના પછી નિર્મિત કે આયાતિત અથવા પેક કરાયેલા તંબાકુ ઉત્પાદનો પર સ્વાસ્થ્ય ચેતવણીની સાથે એક તસવીર જાહેર થશે. તેની પર ચેતવણી લખવામાં આવશે, ‘તંબાકુનુ સેવન કરનારા નાની ઉંમરમાં મૃત્યુ પામે છે’

મંત્રાલયે સિગારેટ અને અન્ય તંબાકુ ઉત્પાદન (પેકેજિંગ અને લેબલીંગ) નિયમ, 2008માં 21 જુલાઈએ સુધારો કર્યો છે. જે અનુસાર નવી સ્વાસ્થ્ય ચેતવણીને મુદ્દે આ સૂચના જારી કરી દેવાઈ છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે સિગારેટ અને અન્ય તંબાકુ ઉત્પાદન ત્રીજો સુધારો નિયમ 2022 હેઠળ સંશોધિત નિયમ એક ડિસેમ્બર 2022થી લાગુ થશે.

નિયમોનું ઉલ્લંઘન સજાપાત્ર ગુનો ગણવામાં આવશે

સરકારે કહ્યુ કે આ દિશાનિર્દેશોનુ ઉલ્લંઘન સજાપાત્ર ગુનો ગણાશે. જેમાં સિગારેટ અને અન્ય તંબાકુ ઉત્પાદન (જાહેરાત અને વેપાર પર પ્રતિબંધ અને વાણિજ્ય, ઉત્પાદન, પુરવઠા અને વિતરણનું નિયમન) અધિનિયમ, 2003ની કલમ 20માં કેદ અથવા દંડની જોગવાઈ છે.

વાંચો વિગતઃ Farali prashad: અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ મોહનથાળના પ્રસાદ સાથે ફરાળી પ્રસાદ ફરાળીચીકી નું વિતરણ શરુ કરાયુ

Gujarati banner 01