Nursery 2

Nursery: વૃક્ષ ખેતીમાં વિવિધતા ઉમેરવા સામાજિક વનીકરણ વિભાગની નર્સરીઓમાં નોખી પ્રજાતિના રોપાઓનો કરવામાં આવી રહ્યો છે ઉછેર…

Nursery
Nursery: ગુજરાત બહારના ગણાય એવા ચંદન રક્ત ચંદન ના રોપા ઉછેરવાની જહેમત હાથ ધરી


Nursery: વૃક્ષ ખેતીમાં વિવિધતા ઉમેરવા સામાજિક વનીકરણ વિભાગની નર્સરીઓમાં નોખી પ્રજાતિના રોપાઓનો કરવામાં આવી રહ્યો છે ઉછેર…

સામાજિક વનીકરણના વડોદરા વિભાગ હેઠળ વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાઓમાં 11 નર્સરીઓ (Nursery) આવેલી છે…

વડોદરા, ૧૪ ફેબ્રુઆરી: સામાજિક વનીકરણ વિભાગે ખેડૂતો તેમના ખેતરમાં ખેતીના પાકો ની સાથે વૃક્ષ ઉછેર કરે તેવા હેતુસર એગ્રો ફોરેસ્ટ્રી એટલે કે વૃક્ષ ખેતીની યોજના અમલમાં મૂકી છે.ખેડૂતોને (Nursery) વૃક્ષ ઉછેરમાં થી વધારાની પૂરક આવક મળે અને હરિત પર્યાવરણ ના સર્જન ને વેગ મળે એવો ઉમદા આશય આ યોજનાનો છે.

Whatsapp Join Banner Guj

વડોદરા જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગે આ (Nursery) વૃક્ષ ખેતીમાં વિવિધતા અને આવક આપવાની ક્ષમતા વધારવા નર્સરી ઓ માં ગુજરાતમાં પ્રચલિત નથી એવી નોખી પ્રજાતિઓ ના રોપાઓનો ઉછેર શરૂ કર્યો છે.જેને વૃક્ષ ખેતી હેઠળ ખેડૂતોને વાવેતર માટે આપવાનું આયોજન છે.

આ અંગે જાણકારી આપતાં નાયબ વન સંરક્ષક શ્રી કાર્તિક મહારાજાએ જણાવ્યું કે આ અનયુઝવલ કહી શકાય તેવી પ્રજાતિઓમાં ચંદન,રક્ત ચંદન,સીતા અશોક અને રુદ્રાક્ષ જેવી પ્રજાતીઓનો સમાવેશ થાય છે જે બહુધા આપણા વિસ્તારમાં થતી નથી.

Nursery

ચંદન,રક્ત ચંદન ના રોપા ઉછેરવામાં પ્રાથમિક સફળતા મળી છે.તો વડોદરા જિલ્લામાં રુદ્રાક્ષ ના ઉછેરમાં મુશ્કેલીઓ જણાય છે પરંતુ છોટાઉદેપુર જિલ્લાની નર્સરીમાં રુદ્રાક્ષના વાવેતરમાં અંકુર ફૂટવા જેવી ખૂબ જ પ્રાથમિક પરંતુ આશા જગાવતી સફળતા મળી છે.

વન વિભાગના નેતૃત્વ હેઠળ રાજ્યના વડોદરા અને છોટઉદેપુર જિલ્લાઓમાં વિવિધ પ્રકારના વૃક્ષોની ખેતી માટેના રોપા તૈયાર કરવામાં આવ્યા છે. આ રોપાઓ ખેડૂત માટે સોનાના ઈંડા આપતી મરઘીનું જેમ ફાયદાકારક બને છે. વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાઓમાં રકતચંદન, સીતા અશોક, ચંદન, તુલસી અને રુદ્રાક્ષના રોપા ૧૧ નર્સરીઓમાં (Nursery) કેળવવામાં આવ્યા છે.
તેની સાથે આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ ગણાતા તાડના વૃક્ષો ઘટી રહ્યા છે ત્યારે તેના રોપાઓ નો ખાસ ઉછેર શરૂ કરાવવામાં આવ્યો છે.તેની સાથે સાગ અને વાંસ પણ ઉછેરવા માં આવી રહ્યા છે.

આ પ્રકારનાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત રોપાઓને વૃક્ષ ખેતી અર્થે વન વિભાગ અને પંચાયતના સહયોગથી ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યા છે. છોટાઉદેપરમાં આવેલી ૪ નર્સરીમાં બાંબુ, તાડ અને ડ્રેગન ફ્રૂટના રોપા તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે વડોદરા જિલ્લાની ૭ નર્સરીમાં રકતચંદન, ચંદન, સીતા અશોક, તુલસી અને રુદ્રાક્ષના રોપા તૈયાર કરવામાં આવ્યા છે.

Nursery

વૃક્ષ ખેતીમાં વિવિધતા અને ગુણવત્તા વધારવા માટે વન વિભાગ દ્વારા આ પ્રત્યે ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે. વૃક્ષ ખેતીના હેતુમાં વિકાસ લાવવા, વન વિભાગ મલબારી લીમડો અને સરગવાની ખેતીને પ્રોત્સાહન આપે છે. વૃક્ષ ખેતીની પદ્ધતિ ખેડૂત માટે ઘણી લાભદાયી રહે છે. જેમ કે, જમીનના અમુક ભાગમાં વૃક્ષ ખેતી અને બીજા ભાગમાં બીજી ખેતી કરવાથી ખેડૂતની આવકમાં વૃદ્ધિ થાય છે અને એક વાર પાક મેળવી લીધા પછી બીજી વારના પાક પર ખેડૂતને સબસિડી મળે છે.

વૃક્ષ ખેતીનો મુખ્ય હેતુ, ખેડૂતને ખેતીમાં વૃદ્ધિ અને પર્યાવરણની જાણવણી માટે આધુનિક પદ્ધતિનો પ્રચાર કરવાનો છે. આ પદ્ધતિ ફકત ખેડૂત જ નહિ, પરંતુ પર્યાવરણ, સમાજ અને બીજા અનેક જીવોને લાભદાયી સાબિત થઈ રહ્યું છે.

આ પણ વાંચો…

સાવધાન :ઑવરપેરેન્ટિંગ બાળકો ના (Child) માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે

Valentine’s Day: તમે જાણો છો, શા માટે ઉજવવામાં આવે છે વેલેન્ટાઇન્સ ડે,તો જરુર વાંચો આ દિવસનો ઇતિહાસ