qtq80 yLioQn

Valentine’s Day: તમે જાણો છો, શા માટે ઉજવવામાં આવે છે વેલેન્ટાઇન્સ ડે,તો જરુર વાંચો આ દિવસનો ઇતિહાસ


વેલેન્ટાઇન્સ ડે (Valentine’s Day) અથવા તો સંત વેલેન્ટાઇન્સ ડે એ રજાનો દિવસ છે જે તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ વિશ્વના ઘણા લોકો દ્વારા ઉજવવામાં આવે છે.

Valentine's Day


વેલેન્ટાઇન્સ ડે (Valentine’s Day) અથવા તો સંત વેલેન્ટાઇન્સ ડે એ રજાનો દિવસ છે જે તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ વિશ્વના ઘણા લોકો દ્વારા ઉજવવામાં આવે છે. અંગ્રેજી ભાષા બોલતા દેશોમાં આ એક એવા પારંપરિક દિન તરીકે ઉજવવામાં આવે છે કે જે દિવસે પ્રેમીઓ એકબીજાને વેલેન્ટાઇન્સ કાર્ડ્ઝ, ફૂલો અર્પણ કરીને તેમજ મીઠાઇની આપ-લે કરીને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરે છે. પૂર્વ ખ્રિસ્તી ધર્મમાં શહીદ થયેલા અનેક પૈકી બે વ્યક્તિના નામ ઉપરથી આ રજાનું નામ વેલેન્ટાઇન રાખવામાં આવ્યું છે. સાહિત્યકાર જ્યોફ્રી ચોસરનાં વર્તુળમાં આ દિનને લાગણીસભર પ્રેમ સાથે સાંકળવામાં આવ્યો. આ યુગ ઉચ્ચ મધ્યમ યુગ હતો કે જે દિવસોમાં રૂમાની પ્રેમની પરંપરા ખૂબ જ પાંગરી હતી. આ દિવસ પ્રેમિઓનો ખુબ જ ખુશી નો દિવસ હોય છે

આ દિવસને “વેલેન્ટાઇન્સ”ના રૂપે અન્યોન્ય આદાનપ્રદાન કરવામાં આવતાં પ્રેમપત્રો સાથે ખૂબ જ નજીકથી સંલગ્ન કરવામાં આવ્યો છે. વેલેન્ટાઇનનાં આધુનિક પ્રતીકોમાં હ્રદય આકારની રૂપરેખા, કબૂતર અને પાંખવાળા રોમન કામદેવના ચિત્રનો સમાવેશ થાય છે. 19મી સદીમાં હાથેથી લખેલા પત્રોને બદલે જંગી માત્રામાં ઉત્પાદિત થતાં શુભેચ્છા કાર્ડ્ઝનું ચલણ વધ્યું.

19મી સદીના ગ્રેટ બ્રિટનમાં પ્રેમપત્રો કે વેલેન્ટાઇન મોકલવા તે એક પ્રચલિત રિવાજ કે ફેશન બની ગયો હતો અને વર્ષ 1847માં એસ્થર હાઉલેન્ડે તેના વોર્સેસ્ટર મેસાકુસેટ ખાતે આવેલાં ઘરમાંથી બ્રિટિશ સંસ્કૃતિને આધારિત હાથેથી બનાવેલા વેલેન્ટાઇન કાર્ડ્ઝનો સફળ વ્યવસાય શરૂ કર્યો. 19મી સદીના અમેરિકામાં વેલેન્ટાઇનની (Valentine’s Day) શુભેચ્છા સાથેના કાર્ડ્ઝની ખ્યાતિ એવી રીતે વધી કે હવે મોટા ભાગના વેલેન્ટાઇનનું શુભેચ્છા આપતાં કાર્ડ્ઝ હાલમાં સામાન્ય કાર્ડ્ઝનાં સ્વરૂપે જોવા મળે છે નહીં કે પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે. આ બાબત એ વાતની સૂચક હતી કે ભવિષ્યમાં અમેરિકી ગણરાજ્યો ખાતે આ રજાનું વ્યાવસાયીકરણ થશે. તેને હોલમાર્ક હોલિડેઝ (વ્યવસાયિક હેતુની રજા) તરીકે ગણવામાં આવે છે.

Whatsapp Join Banner Guj

યુએસના ગ્રિટિંગ કાર્ડ્ઝ અસોસિએશનના અંદાજ અનુસાર વિશ્વભરમાં આશરે 1 અબજ પ્રેમીઓ પોતાના પ્રેમની લાગણી આ (Valentine’s Day) દિવસે વેલેન્ટાઇન કાર્ડ્ઝ મારફતે વ્યક્ત કરે છે. જેના કારણે નાતાલ (ક્રિસમસ) બાદ વેલેન્ટાઇન ડે વર્ષનો એવો બીજો દિવસ બને છે કે જે રજાના દિવસે સૌથી વધુ કાર્ડ્ઝ વેચાય છે. અસોસિએશનનો અંદાજ છે કે યુએસમાં મહિલાઓ કરતાં પુરુષો નાણાનો સરેરાશ બમણો ખર્ચ કરે છે.

પૌરાણિક રોમમાં લૂપરકેલિઆ તારીખ 13મી ફેબ્રુઆરીથી 15મી ફેબ્રુઆરી સુધી મનાવવામાં આવતું હતું, જે પ્રજનનક્ષમતા સાથે સંલગ્ન ધાર્મિક વીધિ હતી. લૂપરકેલિઆ રોમ શહેરનો સ્થાનિક તહેવાર હતો. તેનાથી પણ સામાન્ય જૂનો ફેબ્રુઆનો સામાન્ય તહેવાર જેનો મતલબ થાય છે “અનિષ્ટ તત્વોને દૂર કરનાર જૂનો” (રોમન દેવ જ્યુપિટરની પત્ની) અથવા તો “ચારીત્ર્યશીલ જૂનો” આ તહેવારની ઉજવણી તારીખ 13મી અને 14મી ફેબ્રુઆરીના કરવામાં આવે છે. પોપ ગેલાસિયસે (492-496) લુપરકલના પર્વને રદ કર્યું હતું.

Valentine's Day

ઇ. સ. 1400ની સાલમાં પેરિસ ખાતે વેલેન્ટાઇન ડેને (Valentine’s Day) મધ્યયુગીન પ્રેમની પરંપરા (કોર્ટલી લવ) માટે કાયદાકીય ભાષાનો પ્રયોગ શરૂ થયો અને “પ્રેમની ઉચ્ચ અદાલત” શરૂ કરવામાં આવી. અદાલત સ્ત્રીઓ સામે પ્રેમના કરારો, દગાઓ અને હિંસા અંગેની બાબતો સામે પગલાં ભરતી. અદાલતના ન્યાયધિશોની પસંદગી સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતી હતી. તેઓ કવિતાનાં વાંચનને આધારે ન્યાયધિશોની પસંદગી કરતી હતી. હાલમાં હયાત હોય તેવું પૌરાણિક વેલેન્ટાઇન 15મી સદીનું રોન્ડો (એક પ્રકારનું કાવ્ય કે જેમાં શરૂઆતના શબ્દો ધ્રુવપદ તરીકે આવે છે.) છે જે ઓરલિન્સ નામના નાનકડા રાજ્યના રાજવી ચાર્લ્સ દ્વારા તેની પ્રિયતમા પત્ની માટે લખવામાં આવ્યું હતું, તે શરૂ થયું હતું.

આ પણ વાંચો…સાવધાન :ઑવરપેરેન્ટિંગ બાળકો ના (Child) માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે