school student edited

Offline Education: ધો. 1થી 5નો ઓફલાઈન અભ્યાસ શરૂ થવા બાબતે રાજ્ય શિક્ષણમંત્રીનું મહત્વનું નિવેદન- વાંચો શું કહ્યું ?

Offline Education: ટૂંક સમયમાં ઓફલાઇન અભ્યાસ શરૂ કરાશે- જીતુ વાઘાણી

ગાંધીનગર, 16 નવેમ્બરઃ Offline Education: રાજ્યનીશાળાઓમાં 7 જૂનથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયા બાદ પ્રથમ સત્રમાં મોટાભાગે ઓનલાઈન શિક્ષણ જ ચાલ્યું હતું. કોરોનાના કેસો ઓછા થતાં સરકાર દ્વારા સૌપ્રથમ ધો. 9 થી 12 અને ત્યારબાદ ધો. 6 થી 8ના વર્ગો શરૂ કરાયા હતા. જોકે, હજુ પણ શાળાઓમાં ધો.1થી 5ના વર્ગોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું નથી. જે અંગે હવે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ સારા સમાચાર આપ્યા છે. તેમણે જણાવ્યુ છે કે, ટૂંક સમયમાં ઓફલાઇન અભ્યાસ (Offline Education) શરૂ કરાશે.

ધોરણ 1થી 5ની સ્કૂલો શરૂ કરવા અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, ખૂબ ઝડપથી સારા સમાચાર મળશે અને ટૂંક સમયમાં ઓફલાઈન અભ્યાસ કરી શકાશે. આ સાથે તેમણે વધુમાં જણાવ્યું કે, ખૂબ ઝડપથી સારા સમાચાર મળશે. બાળકો સંસ્થાનો પ્રાણ છે, સંસ્થાની જીવંતતા બાળકોના આવવાથી થતી હોય છે ત્યારે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને આપણે ઓફલાઇન શિક્ષણ(Offline Education) શરૂ કરીશું. શાળાએ આવવા માટે વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ ઉતાવળા થયા છે. મુખ્યમંત્રી સાથે બેસીને તેમના માર્ગદર્શનમાં, યોગ્ય સમયે , રાજ્યના હિતમાં નિર્ણયની જાહેરાત કરીશું પરંતુ તમને બહું રાહ નહીં જોવડાવીએ.

આ પણ વાંચોઃ Health Benefits of Amla: વાંચો આમળાના ફાયદા? સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ગુણકારી

Whatsapp Join Banner Guj