Health Benefits of Amla

Health Benefits of Amla: વાંચો આમળાના ફાયદા? સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ગુણકારી

Health Benefits of Amla: એક વખત જો 100 ગ્રામ એટલે લગભગ અડધા કપ આમળા ખાવાથી શરીરને 300 mg વિટામિન સી મળે છે

હેલ્થ ટિપ્સ, 16 નવેમ્બર: Health Benefits of Amla: શિયાળાની સિઝનમાં જોવા મળતા નાનકડા આમળાના સેવનથી 20 નારંગીના સેવન બરાબર વિટામિન સી (vitamin C) શરીરને મળે છે. આમળા શિયાળામાં જોવા મળે છે જેના સ્વાદ ખાટો હોય છે. આમળું માત્ર વિટામિન સી જ નહીં પણ અન્ય અનેક રીતે પણ સ્વાસ્થને લાભ પહોંચોડે છે. નિયમિત રીતે આમળાનું સેવન કરવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે.

આમળાના ફાયદા

  • એક વખત જો 100 ગ્રામ એટલે લગભગ અડધા કપ આમળા ખાવાથી શરીરને 300 mg વિટામિન સી મળે છે, તમને જાણીને નવાઈ લાગશે કે આપણા શરીરને દરરોજ જોઈતા વિટામિન સી કરતા આ પ્રમાણ બમણું છે.
  • આમળામાં મળી આવતું સોલ્યુબલ ફાઈબર શરીર સરળતાથી પચાવી શકે છે. આ ફાઈબરની મદદથી શરીરમાં શુગર એબ્જોર્બ કરવાની ગતિમાં ઘટાડો થાય છે. ડાયાબિટીસના દર્દીઓમાં આમળાના સેવનથી બ્લડ શુગર નિયંત્રણમાં રાખી શકાય છે.

આ પણ વાંચોઃ Surya Grahan 2021: આ દિવસે થશે સાલનું આખરી સૂર્ય ગ્રહણ, જાણો કઇ બાબતોનું ધ્યાન રાખવું?

  • આમળામાં વિટામિન સીની સાથોસાથ વિટામિન એ (vitamin A) પણ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. વિટામિન એની મદદથી આંખોની રોશની વધે છે સાથે જ મોટી ઉમરમાં થતી માક્યુલર ડિજનરેશન સામે પણ રક્ષણ મળે છે.
  • આમળામાં મળી આવતુ ફાઈબર શરીરમાં ખોરાકના પાચન માટે આંતરડાની ગતિને નિયંત્રિત કરે છે, જેના કારણે આંતરડા અને પાચનતંત્રને લગતી ગંભીર બિમારીઓ સામે રક્ષણ મળે છે.
Whatsapp Join Banner Guj