સતત ઘટતી સેવા અને સુવિધાઓ સહીત રાજ્યની તીજોરી શું કામે ખાલીખમ..? – પરેશ ધાનાણી(Paresh dhanani)

Paresh dhanani

રાજ્યમાં ૨૦૦૨ થી સતત વધતા કરવેરા ભારેખમ, દેવાનો બોજ ભારેખમ, વ્યાજનું ચૂકવાનું ભારેખમ, વાર્ષિક બજેટનો ખર્ચ ભારેખમ હોવા છતાંય સતત ઘટતી સેવા અને સુવિધાઓ સહીત રાજ્યની તીજોરી શું કામે ખાલીખમ..? – (Paresh dhanani) પરેશ ધાનાણી

  • રાજ્યની ૨૦૦૨ માં વાર્ષિક ૧૬,૨૩૫ કરોડ ની કરવેરા આવકો સતત વધી અને આજે ૨૦૨૧-૨૨ ના અંતે ૧,૫૧,૬૫૫ કરોડ સુધી પહોચી છે. – પરેશ ધાનાણી
  • રાજ્યમાં ૨૦૦૨ દરમ્યાન વાર્ષિક ૨૪,૪૦૧ કરોડ ના દેવાનું ભારણ આજે ૨૦૨૦-૨૧ ના અંતે ૫૧,૭૮૬ કરોડ સુધી પહોચ્યું છે. – પરેશ ધાનાણી
  • રાજ્યમાં ૨૦૦૨ દરમ્યાન વાર્ષિક ૪,૯૪૯ કરોડ નું વ્યાજનું ભારણ આજે ૨૦૨૦-૨૧ ના અંતે ૨૪,૨૧૯ કરોડ સુધી પહોચ્યું છે. – પરેશ ધાનાણી
  • રાજ્યમાં ૨૦૦૨ સુધીમાં રૂ. ૫૫,૧૭૫ કરોડ ની દેવા સહિતની નાણાકીય જવાબદારીઓ વર્ષ ૨૦૨૦-૨૧ ના અંતે ૩,૫૫,૦૦૭ કરોડ સુધી પહોચી છે અને આગામી વર્ષ ૨૦૨૩-૨૪ અંતિત રૂ.૪,૬૫,૦૩૭ કરોડ સુધી પહોચવાનો સરકારી અંદાજ છે. – પરેશ ધાનાણી
  • રાજ્યમાં ૨૦૦૨ દરમ્યાન વાર્ષિક ૫,૪૦૩ કરોડ ના બજેટ ખર્ચ થી લઈને આજે ૨૦૨૧-૨૨ દરમ્યાન રૂ. ૨,૨૭,૦૨૮ કરોડ ના બજેટ અંદાજ સહીત છેલ્લા ૨૦ વર્ષમાં કુલ રૂ ૧૪,૯૩,૧૧૭ કરોડ નો ખર્ચ બિન-ફળદાયી નીવડ્યો છે. – પરેશ ધાનાણી
  • રાજ્યમાં છેલ્લા ૨૦ વર્ષ દરમ્યાન લાખો કરોડના બિન-ફળદાયી ખર્ચ પછી પણ વર્ષ ૨૦૦૪ દરમ્યાન સરકારી કચેરીઓનું કુલ મહેકમ ૪,૬૯,૯૦૦ હતું જે ૨૦૨૧ ના અંતે મામુલી વધારા સાથે ૪,૯૧,૭૦૧ જેટલું છે અને આગામી વર્ષ ૨૦૨૨ ના અંતે ૧ લાખ કર્મચારીઓના ઘટાડા સહીત ૩,૯૧,૭૦૧ થવાનો અંદાજ છે. – (Paresh dhanani) પરેશ ધાનાણી
  • રાજ્યની કુલ વસ્તીમાં કામ નહિ કરનારાઓની સંખ્યા ૨૦૦૧ માં ૫૭.૯૧ ટકા હતી જે વધીને ૨૦૧૧ સુધીમાં ૫૯.૫૭ ટકા સુધી પહોચી છે. – પરેશ ધાનાણી
  • રાજ્યમાં પશુધનની કુલ સંખ્યા ૨૦૧૨ માં ૨.૭૩ કરોડ થી ઘટીને ૨૦૧૯ માં ૨.૬૯ કરોડ થઇ હોવા છતાં દુધનું ઉત્પાદન ૨૦૧૨ માં ૯૮.૧૬ લાખ ટનથી વધીને ૨૦૧૯-૨૦ દરમ્યાન ૧૫૨.૯૨ લાખ ટન જેટલું કઈ રીતે વધ્યું..? – પરેશ ધાનાણી
  • રાજ્યમાં વર્ષ ૨૦૦૨-૦૩ ની સરખામણીએ વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન સરકારી વીજ ક્ષમતામાં ૩,૧૮૨ મેં.વો. નો વધારો થયો હોવા છતાં ૫,૦૧૮ મિલિયન યુનિટ જેટલા સરકારી વીજ ઉત્પાદનમાં નોંધાયેલો ઘટાડો ખાનગી વીજ કંપનીઓ સાથે સાંઠગાંઠ ની શંકા જન્માવે છે. – પરેશ ધાનાણી (Paresh dhanani)
  • રાજ્યમાં સામાજિક-આર્થીક સર્વેક્ષણ ૨૦૦૨-૦૩ માં જણાવ્યા મુજબ નોંધાયેલા કુલ ૧૮,૦૨૮ ગામો પૈકી વીજળીકરણ શક્ય હોઈ તેવા તમામ ૧૭,૯૪૦ ગામોનું વીજળીકરણ થઇ ચૂકેલ હતું, એમ છતાયે જયોર્તિગ્રામ યોજનાના નામે કરોડો રૂપિયા કોના લાભાર્થે ખર્ચાયા..? – પરેશ ધાનાણી
  • રાજ્યમાં છેલ્લા ૨૦ વર્ષ દરમ્યાન લાખો કરોડના બિન-ફળદાયી ખર્ચ પછી પણ વર્ષ ૨૦૦૨-૦૩ ની સરખામણીએ વર્ષ ૨૦૧૯-૨૦ સુધીમાં ૨,૪૨૯ કિ.મી રાજ્ય ધોરી માર્ગ, ૫૦૬ કિ.મી. અન્ય જીલ્લા માર્ગ અને ૬,૦૨૫ કિ.મી. જેટલા મેટલીંગ રોડ ઘટ્યા છે જ્યારે ૧૫,૪૪૬ કિ.મી. જેટલી કાળી સપાટીના રોડમાં મામુલી વધારા સાથે હજુએ ૧,૨૧૮ કિ.મી. ના કાચા રસ્તાઓ બાકી શું કામે છે..? – પરેશ ધાનાણી
  • રાજ્યમાં છેલ્લા ૨૦ વર્ષ દરમ્યાન લાખો કરોડના બિન-ફળદાયી ખર્ચ પછી પણ વર્ષ ૨૦૦૦-૦૧ ની સરખામણીએ વર્ષ ૨૦૧૯-૨૦ સુધીમાં સરકારી વાહન-વ્યવહાર નિગમની એસ.ટી. બસોની સંખ્યામાં ૧,૨૫૮ નો ઘટાડો, માર્ગ પર દોડતા વાહનની સંખ્યામાં ૧,૫૩૫ નો ઘટાડો અને દૈનિક મુસાફરોની સંખ્યામાં ૧૬.૪૬ લાખ નો ઘટાડો થયો હોવા છતાં દૈનિક મુસાફરી ભાડાની કમાણીમાં રૂ.૪૫૫.૧૧ લાખ જેટલો વધારો શું કામે થયો..? – પરેશ ધાનાણી
  • રાજ્યમાં છેલ્લા ૨૦ વર્ષ દરમ્યાન લાખો કરોડના બિન-ફળદાયી ખર્ચ પછી પણ વસ્તી ગણતરી ૨૦૧૧ મુજબ કુલ ૧૨૧.૮૧ લાખ નોંધાયેલા પરિવારો પૈકી અશુધ્ધ સ્ત્રોત થી નળ દ્વારા ૩૫.૫૪ લાખ, ઢાંકેલા કુવા દ્વારા ૨.૭૯ લાખ, ખુલ્લા કુવા દ્વારા ૫.૮૩ લાખ, ડંકી દ્વારા ૧૪.૧૫ લાખ, પાતાળ કુવા દ્વારા ૧૧.૬૯ લાખ, અન્ય સ્ત્રોત દ્વારા ૨.૪૩ લાખ, નદી-નાળા-ઝરણાં અને તળાવ દ્વારા ૦.૭૯ લાખ પરિવારોએ પાણી પીવા મજબૂર શું કામે થવું પડે છે..? – પરેશ ધાનાણી
  • રાજ્યમાં છેલ્લા ૨૦ વર્ષ દરમ્યાન લાખો કરોડના બિન-ફળદાયી ખર્ચ પછી પણ વસ્તી ગણતરી ૨૦૧૧ મુજબ કુલ ૧૭,૮૪૩ નોંધાયેલા ગામ પૈકી સાદા કુવા યોજનાથી ૭૯૭, હેન્ડપંપ દ્વારા ૩૯૪ અને ટેન્કર દ્વારા ૨૩૦ જેટલા ગામોએ પીવાના પાણી માટે નિર્ભર શું કામે રહેવું પડે છે..? – પરેશ ધાનાણી
  • રાજ્યમાં છેલ્લા ૨૦ વર્ષ દરમ્યાન લાખો કરોડના બિન-ફળદાયી ખર્ચ પછી પણ વસ્તી ગણતરી ૨૦૧૧ મુજબ કુલ ૧૨૧.૮૧ લાખ નોંધાયેલા પરિવારો પૈકી પોતાના ઘરમાં દીવાબત્તી માટે કેરોસીન થી ૯.૮૩ લાખ, અન્ય તેલથી ૦.૨૬ લાખ અને અન્ય સ્ત્રોતથી ૦.૨૫ લાખ પરિવારોએ અંજવાળા માટે નિર્ભરતા સહીત ૧.૧૬ લાખ પરિવારોને હજુએ અંધકારમાં જીવવા શું કામે મજબૂર થવું પડે છે..? – પરેશ ધાનાણી
  • રાજ્યમાં છેલ્લા ૨૦ વર્ષ દરમ્યાન લાખો કરોડના બિન-ફળદાયી ખર્ચ પછી પણ વસ્તી ગણતરી ૨૦૧૧ મુજબ કુલ ૧૨૧.૮૧ લાખ નોંધાયેલા પરિવારો પૈકી ઘરમાં શૌચાલયની સગવડ વિહોણા ૫૧.૯૬ લાખ પરિવાર છે અને જાહેર શૌચાલયનો ઉપયોગ કરવા ૨.૭૩ લાખ તથા ખુલ્લામાં હાજતે જવા ૪૯.૨૨ લાખ પરિવારો એ મજબૂર શું કામે થવું પડે છે..? – પરેશ ધાનાણી
  • રાજ્યમાં છેલ્લા ૨૦ વર્ષ દરમ્યાન લાખો કરોડના બિન-ફળદાયી ખર્ચ પછી પણ વસ્તી ગણતરી ૨૦૧૧ મુજબ કુલ ૧૨૧.૮૧ લાખ નોંધાયેલા પરિવારો પૈકી ઘર-વિહોણા ૩૬,૯૨૫ પરિવારના કુલ ૧૪.૪૩ લાખ લોકોએ ખુલ્લા આકાશ તળે શું કામે જીવવું પડે છે..? – પરેશ ધાનાણી
  • રાજ્યમાં છેલ્લા ૨૦ વર્ષ દરમ્યાન લાખો કરોડના બિન-ફળદાયી ખર્ચ પછી પણ વસ્તી ગણતરી ૨૦૧૧ મુજબ કુલ ૧૨૧.૮૧ લાખ નોંધાયેલા પરિવારો પૈકી ૧૦૩ જેટલી ઝુંપડપટ્ટીમાં કુલ ૩,૪૫,૯૯૮ જેટલા પરિવારના કુલ ૧૬૮.૦૧ લાખ લોકોએ જીવન વિતાવવા શું કામે મજબૂર થવું પડે છે..? – પરેશ ધાનાણી
  • રાજ્યમાં છેલ્લા ૨૦ વર્ષ દરમ્યાન લાખો કરોડના બિન-ફળદાયી ખર્ચ પછી પણ વસ્તી ગણતરી ૨૦૧૧ મુજબ કુલ ૧૨૧.૮૧ લાખ નોંધાયેલા પરિવારો પૈકી બેન્કિંગ સવલત ધરાવતા માત્ર ૭૦.૪૯ લાખ, ટેલીવિઝન ધરાવતા ૬૫.૫૦ લાખ, મોટરકાર ધરાવતા ૭.૪૩ લાખ, કમ્પ્યુટર ધરાવતા ૬.૯૫ લાખ, રેડીઓ ધરાવતા ૨૩.૬૦ લાખ, મોબાઈલ ફોન ધરાવતા ૭૧.૩૬ લાખ, ટુ-વ્હીલર ધરાવતા ૪૧.૫૮ લાખ અને તમામ સુવિધા ધરાવતા માત્ર ૭.૬૬ લાખ પરિવારો હોવા છતાંયે ૪૨.૪૧ લાખ પરિવારોને સાયકલ યાત્રા દ્વારા જીવનનિર્વાહ કરવા મજબૂર શું કામે થવું પડે છે..? – પરેશ ધાનાણી
ADVT Dental Titanium

ગાંધીનગર, ૧૫ માર્ચ: Paresh dhanani: ભાજપના છેલ્લા ૨૦ વર્ષના શાસનમાં એકતરફ રાજ્યર સરકારનું દેવું કૂદકેને ભૂસકે વધતું જાય છે, જ્યા રે બીજી તરફ સરકારના કરવેરાની આવક પણ વધતી જાય છે. તેની સામે નાગરિકોને આરોગ્યર, શિક્ષણ, પાણી, રોડ-રસ્તાે, રોજગાર, વાહનવ્યવવહાર, વીજળી, શૌચાલય તેમજ ખેડૂતોની આવક સહિતની પાયાની સુવિધાઓમાં સતત ઘટાડો થયો હોવાનું વિપક્ષ નેતાશ્રી પરેશ ધાનાણીએ વિધાનસભામાં જણાવ્યું હતું. દર વર્ષની જેમ નાણામંત્રી બજેટમાં જૂની પરંપરા મુજબ સપનાઓ વેચવાનો પ્રયાસ કરે છે. રાજ્યધની ભાજપ સરકારે વર્ષ ૨૦૦૪-૦૫થી અત્યાટર સુધી કે.જી.બેઝીનમાં અબજો રૂપિયા નાંખ્યા‍ છે અને લાખો લોકોને રોજગારી આપવાનો દાવો કર્યો છે પરંતુ ભાજપ સરકાર માટે કે.જી.બેઝીન પ્રોજેક્ટન ખોટનો ધંધો પૂરવાર થયો છે અને એક નવો ઈતિહાસ રચ્યો છે.

પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય માં વર્ષ ૨૦૦૨-૦૩માં કરની આવક રૂ. ૧૦,૮૮૪ કરોડ હતી, જે આજે રૂ. ૧,૧૧,૭૦૬ કરોડ થઈ છે. જે સામાન્યો પ્રજાના ખિસ્સાષમાંથી વસુલ્યાત છે. રાજ્ય માં કુલ મહેસુલી આવક વર્ષ ૨૦૦૨-૦૩માં રૂ. ૧૯,૨૩૧ કરોડ હતી, જે વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ. ૧,૬૭,૯૬૮ થઈ છે. સરકારનું દેવું વર્ષ ૨૦૦૨-૦૩માં રૂ. ૨૪,૪૦૧ કરોડ હતું, જે ૨૦૨૦-૨૧માં રૂ. ૩,૦૦,૯૫૯ કરોડને આંબી ગયું છે. રાજ્યહ સરકાર ઉપર નાણાંકીય જવાબદારીઓ વર્ષ ૨૦૦૨-૦૩માં રૂ. ૫૫,૧૭૫ કરોડ હતી, જે વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ. ૩,૫૫,૦૦૭ કરોડ થઈ છે. આ જવાબદારીઓ વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૪,૬૫,૦૩૭ કરોડ થવાની છે.


રાજ્યની વસ્તીે કૂદકેને ભૂસકે વધી રહી છે પરંતુ રાજ્ય સરકાર લોકોને સારી સુવિધાઓ આપવા તેની કચેરીઓમાં કર્મચારીઓમાં વધારો કરતી નથી. રાજ્યદ સરકારનું વર્ષ ૨૦૦૪માં કુલ મહેકમ જિલ્લા પંચાયતો સહિત ૪,૬૯,૯૦૦ કર્મચારીનું હતું, જે વર્ષ ૨૦૨૧માં ૪,૯૧,૭૦૧ કર્મચારીનું છે. આમ, ૨૦ વર્ષમાં મહેકમમાં ખાસ કોઈ તફાવત જોવા મળતો નથી. સરકારે કર વધાર્યો, દેવું વધાર્યું, વ્યા૪જ વધાર્યું, બજેટનું કદ વધાર્યું છે ત્યાનરે સરકારની મિલ્કંતોમાં વધારો થવો જોઈએ કે સિલક રહેવી જોઈએ, પરંતુ આમાં સરકાર સદંતર નિષ્ફદળ નીવડી છે.રાજ્ય માં વર્ષ ૨૦૦૧માં ૫૭.૯૧% લોકો પાસે કામ ન હતું, જેમાં વધારો થઈને વર્ષ ૨૦૨૧માં ૫૯.૧૭% લોકો કામ વિહોણા બન્યા છે. રાજ્યામાં પશુધનની સંખ્યાક વર્ષ ૨૦૧૨માં ૨.૭૩ કરોડ હતી, જેમાં ઘટાડો થઈને વર્ષ ૨૦૧૯માં ૨.૬૯ કરોડ થઈ છે. રાજ્યવમાં પશુધનની સંખ્યા ઘટી હોવા છતાં દૂધ ઉત્પાશદનમાં અત્યંાત વધારો થયો છે. દૂધ ઉત્પારદન વર્ષ ૨૦૧૨માં ૯૮,૧૬,૦૦૦ ટન હતું, જે વર્ષ ૨૦૧૯માં ૧,૫૨,૯૨,૦૦૦ ટન થયું છે. પશુઓની સંખ્યા માં ઘટાડો થવા છતાં દૂધના ઉત્પા૨દનમાં થયેલ વધારો અનેક સવાલો ઉભા કરે છે. નકલી દૂધના કારોબારથી સામાન્ય, જનજીવન સાથે ચેડા કરવામાં આવે છે.

Whatsapp Join Banner Guj

રાજ્યનમાં ર્વે ૨૦૦૨-૦૩માં વીજ ક્ષમતા ૪,૩૩૩ મેગાવોટ હતી, જેમાં વર્ષ ૨૦૧૯માં વધારો થઈને ૬,૬૭૭ મેગાવોટ થઈ છે. રાજ્યનમાં વીજ ક્ષમતામાં વધારો થયો પરંતુ રાજ્યવ અને રાજ્યક હસ્તગકના આઈ.પી.ઓ.નું વીજ ઉત્પા દન સતત ઘટતું જાય છે. બીજી તરફ રાજ્યન સરકાર દ્વારા ખાનગી વીજ ઉત્પારદકો પાસેથી મોંઘા ભાવે વીજળી ખરીદીને સરકારના મળતિયા ઉદ્યોગપતિઓને માલામાલ કરવામાં આવે છે. રાજ્યવમાં ખેડૂતનું જી.ડી.પી.માં ૧૫.૫% કરતાં વધુનું સરેરાશ યોગદાન હોય છે, છતાં તેને વીજ ફાળવણીમાં સતત ઘટાડો થતો જાય છે. રાજ્યવમાં વર્ષ ૨૦૦૨-૦૩માં ધોરીમાર્ગો ૧૯,૧૭૫ કિ.મી. હતા, જે આજે ૧૬,૭૪૬ કિ.મી. થયા છે.

અન્ય જિલ્લામાર્ગો ૧૦,૫૮૬ કિ.મી. હતા જે આજે ૧૦,૦૮૦ કિ.મી. થયા છે. સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ્યાવ પછી પણ વાહનોની સંખ્યામમાં સતત ઘટાડો થયો છે. વર્ષ ૨૦૦૧માં ૮,૫૭૩ બસો હતી, જે વર્ષ ૨૦૧૯-૨૦માં ઘટીને ૭,૦૩૮ થઈ છે. જ્યાણરે વાહનવ્યાવહાર નિગમની માલિકીના ૧૦,૦૪૮ વાહનો હતા, જે ઘટીને ૮,૭૯૦ થયા છે. આમ સરકાર પાસે વાહનો ઘટા પરંતુ દૈનિક કમાણીમાં વધારો કરીને લોકોના ખિસ્સાી ખંખેર્યા છે. દૈનિક કમાણી રૂ. ૩૨૮.૩૩ લાખ હતી, જે વધીને રૂ. ૮૮૬.૪૪ લાખ થઈ છે, જેના કારણે મુસાફરોની સંખ્યાોમાં ખૂબ જ ઘટાડો જોવા મળે છે. વર્ષ ૨૦૦૧માં કુલ મુસાફરોની સંખ્યા. ૩૭.૪૨ લાખ હતી, જે ઘટીને આજે માત્ર ૨૦.૯૬ લાખ થઈ ગઈ છે.

રાજ્યામાં પીવાના પાણીની સ્થિગતિ ખૂબ જ નબળી પૂરવાર થઈ છે. વર્ષ ૨૦૧૧ના સેન્સયસ મુજબ ૧.૮૧ કરોડ કુટુંબો પૈકી માત્ર ૪૮.૫૩ લાખ કુટુંબોને જ શુદ્ધ પાણી મળતું હતું જ્યારરે બાકી રહેતા કુલ ૧.૩૩ કરોડ કુટુંબોને શુદ્ધ ન કરેલા સ્રોત જેવા કે કૂવા, ડંકી, ઝરણા, નદી, તળાવ વગેરેમાંથી અશુદ્ધ પાણ પીવા મજબુર બન્યાક છે. રાજ્ય૩માં પીવાના પાણીની યોજનામાં સમાવિષ્ટે ૧૭,૮૪૩ ગામોમાંથી ૭૯૭ ગામ સાદા કૂવા અને ૪૯૪ ગામ હેન્ડજપંપ આધારિત છે. જ્યા‍રે ૨૩૦ જેટલા ગામોએ ટેન્કિર ઉપર નભવું પડે છે. રાજ્યામાં કુલ ૧૨૧ લાખ કુટુંબો પૈકી ૧૧૦ લાખ કુટુંબોને જ વીજળી મળે છે, જ્યા‍રે ૧.૧૬ લાખ પરિવારોના ઘરમાં આજે પણ વીજળી મળતી નથી. રાજ્ય૨માં કુલ ૫૧.૯૬ લાખ પરિવારોના ઘરમાં શૌચાલયની સગવડ નથી. સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ આવા પરિવારોને આજે પણ ખુલ્લામાં હાજતે જવાના દિવસો છે. રાજ્યામાં આજે ૩૬,૯૨૫ જેટલા બેઘર કુટુંબોના ૧૪ લાખ ૯૪૩ જેટલા લોકોને આજે પણ ખુલ્લી છતમાં જીવવું પડે છે, જ્યા૯રે ૧૬ લાખ ૮૦ હજારથી વધુ લોકોને ઝૂંપડપટ્ટીમાં જીવન જીવવા સંઘર્ષ કરવો પડે છે.

ધાનાણીએ જણાવ્યું હતું કે, કરવેરા વિહોણું બજેટ આપ્યાઆની વાતો કરતી ભાજપ સરકાર પાછલા બારણે બેફામ કરવેરા વસુલી રહી છે. ગયા વર્ષે સરકારની કરવેરાી આવક રૂ. ૭૯,૦૨૦ કરોડ હતી, જે ચાલુ વર્ષે રૂ.૮૩,૪૨૪ કરોડ થઈ છે. બેફામ દેવું વધારતી સરકારમાં આવતા વર્ષે નવા દેવામાંથી ૪૮% રકમ તો માત્ર જૂનું દેવું ચૂકવવામાં જ જવાની છે. વર્ષ ૨૦૦૩-૦૪માં સરકારે કહ્‌યું હતું કે, દરેક વર્ગદીઠ એક શિક્ષક અને દરેક શિક્ષકદીઠ એક વર્ગખંડ આપીશું પરંતુ હકીકતમાં કુલ ૧૪,૩૬૨ પ્રાથમિક શાળાઓમાં વર્ગખંડોમાં એકથી વધારે ધોરણના વિદ્યાર્થીઓને ઓરડાના અભાવે ભણવાની ફરજ પડી રહી છે. સરકારે બજેટમાં કોલેજો ખોલવાની જાહેરાત કરી છે

પરંતુ રાજ્યધમાં શૈક્ષણિક રીતે પછાત ૨૦ જિલ્લાઓમાંમોડેલ ડિગ્રી કોલેજ સ્થાંપવામાં સરકાર નિષ્ફીળ ગઈ છે. રાજ્ય્ના ૧૨ જિલ્લામાં વિજ્ઞાન કોલેજો નથી. સરકારે ડ્રીમ સીટી સુરતમાં ટેક્સમટાઈલ યુનિવર્સિટી તો સ્થાલપી પણ ટેક્સષટાઈમ એન્જિેનિયરીંગને લગતા અભ્યાાસક્રમો બંધ થયા છે તેમજ ટેક્સમટાઈલ ક્ષેત્રે કાર્યરત અટીરા સંશોધન સંસ્થાલ ગ્રાન્ટથના અભાવે શું કામ બંધ થઈ તેવો વિપક્ષ નેતાશ્રીએ પ્રશ્ન ઉપસ્થિાત કર્યો હતો.

વર્ષ ૨૦૧૬-૧૭માં મેરીટાઈમ યુનિવર્સિટી સ્થાસપવાની વાતો કરતી ભાજપ સરકારે ભાવનગર ખાતે માન્યવતાના અભાવે મરીન એન્જિિનિયરીંગ અભ્યાકસક્રમ બંધ કરવાની ફરજ શું કામ પડી ? જ્યાજરે વર્ષ ૨૦૧૬-૧૭માં સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ટ્રાયબલ યુનિવર્સિટી સ્થાયપીશું. ત્યાનરે ટ્રાયબલ યુનિવર્સિટીનું કામ કયા તબક્કે પહોંચ્યું છે ? તેવો સવાલ વિપક્ષ નેતાશ્રી પરેશ ધાનાણીએ કર્યો હતો.
એક વખત નળની ચકલી ખોલશો તો નળમાંથી પેટ્રોલ અને ગેસ નીકળશે તેવું કહેતી ભાજપ સરકારે અંદાજપત્ર પ્રવચનમાં પેટ્રોલિયમ અને ગેસની એક લીટી પણ સામેલ ન કરીને એની નિષ્ફેળતાનો ભાંડો ફોડયો છે.

Whatsapp Join Banner Guj

વર્ષ ૨૦૦૪ના અંતે ગેસનું ઉત્પાતદન ૪૫ લાખ ઘનમીટર થવાનું હતું. ગેસ સંશોધન ક્ષેત્રે કે.જી.બેઝીન દિનદયાળ પ્ર્રોજેક્ટનમાં સરકારે નવો ઈતિહાસ રચ્યો‍ છે. વર્ષ ૨૦૦૭-૦૮માં જીએસપીસી દ્વારા ગેસ અને ઓઈલના સંશોધન, ઉત્પાેદન અને વિતરણમાં રાજ્યિકક્ષાએ સફળતા મેળવ્યાસ બાદ વૈશ્વિક ક્ષેત્રે ઈજીપ્ત , યમન, ઓસ્ટ્રે લિયા જેવા દેશોમાં ૩૧ ક્ષેત્રો પ્રાપ્તજ કરી ગ્લોએબલ કંપની પ્રસ્થા પિત કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી, જ્યા.રે ૨૦૦૮-૦૯માં સરકારે જણાવ્યુંન હતું કે, પેટ્રોકેમિકલ્સર તરીકે ગુજરાત ઉભર્યું છે, પરંતુ હકીકતે સરકાર આ ક્ષેત્રે સદંતર નિષ્ફાળ નીવડી છે.

રાજ્યી સરકારે ૨૦૦૩-૦૪માં કહયું હતું કે, ૧૮,૪૫૫ વ્યયક્તિકને રોજગારી આપીશું. ૨૦૦૫-૦૬માં ૭૯,૦૪૦ વ્યરક્તિિને, ૨૦૦૬-૨૦૭માં ૧,૨૦,૦૦૦ વ્યેક્તિ ને, ૨૦૦૭-૦૮માં ૧૩,૨૫,૦૦૦ વ્યનક્તિ૯ને, ૨૦૦૮-૦૯માં ૨૧,૦૦,૦૦૦ વ્યાક્તિિને, ૨૦૦૯-૧૦માં ૨૫,૦૦,૦૦૦ યુવાનોને રોજગારી આપવાની વાતો કરી હતી. સરકારે બજેટમાં આપેલ આંકડા મુજબ ૬૨ લાખ યુવાનોને જો રોજગારી મળી હોત તો આજે ગુજરાતનો યુવાન પરસેવો પાડવા દર-દર ભટકતો ન હોત. રાજ્ય ના શ્રમ અને રોજગારની વેસાઈટમાં નોંધાયેલ શિક્ષિત બેરોજગારો ૮.૪૬ લાખ અને ન નોંધાયા હોય તેવા બેરોજગારોની સંખ્યા ૪૦ લાખ કરતાં વધુ છે.

જ્યોાતિગ્રામ યોજનાની દેશમાં વાહવાહ થઈ પણ સામાજીક આર્થિક સર્વેક્ષણ ૨૦૦૨-૦૩માં જણાવ્યાે મુજબ, રાજ્યશના ૧૮,૦૨૮ ગામો પૈકી વીજળીકરણ શક્ય હોય એવા તમામ ૧૭,૯૪૦ ગામોનું વીજળીકરણ થયેલ છે. પરંતુ હકીકત એ છે કે, આજના પ્રધાનમંત્રી જ્યા્રે મુખ્યીમંત્રી પણ નહોતા બન્યાત ત્યાબરે ગણતરીના ગામોને જ વીજળી પહોંચાડવાની બાકી હતી. ઉર્જા ક્ષેત્રે કરોડો રૂપિયા ખર્ચ્યાં બાદ પણ પરિવારો આજે વીજળી વિહોણા શા માટે છે ? તેવો પ્રશ્ન શ્રી ધાનાણીએ કર્યો હતો.

નાણામંત્રી દરેક બજેટમાં રાજ્યયની જનતાને નવા સપનાઓ વેચવાના બદલે ૨૦ વર્ષનો હિસાબ-કિતાબ આપે અને એનું શ્વેતપત્ર બહાર પાડવા માંગણી કરી હતી. રાજ્યામાં કરવેરો વધ્યોે, દેવું વધ્યું , વ્યાીજ વધ્‍યું, બજેટની રકમ વધી અને છતાં સુવિધાઓ ઘટતી ગઈ છે. પ્રાથમિક શાળાઓનું સ્તજર ઘટયું છે, આરોગ્ય્ સેવાનું સ્ત ર કથળ્યુંત છે, શિક્ષણનું સ્તધર કથળ્યુંા છે, જાહેર પરિવહનની સુવિધાઓ છીનવાઈ રહી છે, પીવાના પાણીની સમસ્યાતઓ છે, ઘરવિહોણા પરિવારો આંટો મારી રહ્‌યા છે, મંદી-મોંઘવારી-બેરોજગારીએ માઝા મૂકી છે ત્યાારે નાણામંત્રી જૂની પરંપરા મુજબ સપનાઓ વેચવાનો જ પ્રયાસ કરી રહ્‌યા હોય તેવું લાગે છે તેમ અંતમાં શ્રી પરેશ ધાનાણીએ જણાવ્યુંં હતું.

આ પણ વાંચો…FIR against actress: આ અભિનેત્રી કોરોના સંક્રમિત હોવા છતાં કરી રહી હતી શૂટિંગ, BMCએ કરી કાર્યવાહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *