ambaji rakhi image

Rakhi for tribal families: આદિવાસી પરિવારો માં રક્ષાબંધન નો તહેવાર ઉજવાય તે માટે અંબાજી મંદિર અને જનજાતિ કલ્યાણ સમિતિ દ્વારા સહિયારો પ્રયાસ હાથ ધરાયો

Rakhi for tribal families: અંબાજી થી ઉમરગામ સુધી ના 1600 જેટલા ગામો માં 2 લાખ કરતા પણ વધુ પરિવારો માં રક્ષાપોટલી (રાખડી) પહોંચાડવાનો નો એક કાર્યક્રમ અંબાજી ખાતે યોજવામાં આવ્યો હતો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૭ ઓગસ્ટ
: Rakhi for tribal families: રક્ષાબંધન ના આડે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખાસ કરીને આદિવાસી વિસ્તારો માં તમામ આદિવાસી પરિવારો માં રક્ષાબંધન નો તહેવાર ઉજવાય તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને જનજાતિ કલ્યાણ સમિતિ દ્વારા સહિયારો પ્રયાસ હાથ ધરાયો છે અંબાજી થી ઉમરગામ સુધી ના 1600 જેટલા ગામો માં 2 લાખ કરતા પણ વધુ પરિવારો માં રક્ષાપોટલી (રાખડી) પહોંચાડવાનો નો એક કાર્યક્રમ અંબાજી ખાતે યોજવામાં આવ્યો હતો

Air Force airlifted Indian from kabul: અફઘાનીસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને એરલિફ્ટ કરી એરફોર્સ જામનગર ખાતે પહોંચ્યું વિમાન

બનાસકાંઠા જિલ્લા કલેકટર ના અધ્યક્ષ સ્થાને દાતાઓ ની ઉપસ્થતિ માં અગ્રણી આદિવાસી મહિલાઓ ને (Rakhi for tribal families) રક્ષાપોટલી નો જથ્થો, સાડી ,કુમકુમ ના પેકેટ તેમજ માતાજી ની છબી અર્પણ કરવામાં આવી હતી આ આદિવાસી બહેનો દ્વારા આદિવાસી વિસ્તાર ના ગામડાઓ માં ખાસ કરીને આદિવાસી પરિવારો માં રાખડી પહોંચાડવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે

જેને લઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આયોજિત (Rakhi for tribal families) રક્ષાબંધન રથ માં રક્ષાબંધન ની વિવિધ સામગ્રીઓ ભરી ને રથ ને જિલ્લા કલેકટર દ્વારા પ્રસ્થાન કરાવામાં આવ્યું હતું જોકે રક્ષાબંધન ને આડે થોડાક દિવસો રહ્યા છે ત્યારે શક્ય તેટલા વધુ માં વધુ પરિવારો માં ઝડપ થી રક્ષાપોટલી પહોંચે ને સાથે તમામ આદિવાસી વિસ્તાર ના લોકો કોરોના પ્રતિરોધક રસી લઈ સુરક્ષિત બને તેવા પ્રયાસો હાથ ધરાયા હોવાનું કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું

આ રક્ષાપોટલી ની સામગ્રી પહોંચાડવામાં અંબાજી કોમર્સ કોલેજ ના પ્રિન્સિપાલ હસમુખ પટેલ પણ જહેમત ઉઠાવી રહ્યા છે.

Whatsapp Join Banner Guj