Dhuleti celebration in sarangpur

Sarangpur Darshan: આજે હનુમાન જયંતિ નિમિત્તે સારંગપુર જવાનું વિચારી રહ્યા હોય તો, જરુર વાંચી લો આ રુટ વિશે

Sarangpur Darshan: હનુમાન દાદા માટે 151 કિલોની કેક કાપવામાં આવશે

સારંગપુર, 16 એપ્રિલઃSarangpur Darshan: આજે હનુમાન જયંતિનો પર્વ છે. ગુજરાત અને રાજ્યની બહારથી પણ આ દિવસે લાખો ભક્તોની દરશન માટે ભીડ ઉમટે છે. તેવામાં જો તમે પણ જવાનું વિચારી રહ્યાં હોય તો એક વખત આ કાર્યક્રમ અને રુટ વિશે જરુરથી વાંચો….

  • હનુમાન જયંતિ નિમિતે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભવ્યાતિભવ્ય ઉજવણી.
  • વિશેષ પંચમુખી મારુતિ યજ્ઞનું આયોજન.
  • વહેલી સવારથી જ 10 લાખથી વધારે ભાવિકો દર્શને ઉમટશે.
  • 151 કિલોની કેક કાપવામાં આવશે.
  • 7 કરોડની રકમથી તૈયાર કરેલ વિશેષ સુવર્ણ વાઘા શણગાર સજાવવામાં આવ્યા.
  • પંચમુખી યજ્ઞમાં 1 હજાર ભક્તો પાટલે બેસવાનો લાભ લેશે.
  • હનુમાન જયંતી નિમિત્તે દાદાના દરબારમાં પંચમુખી સમુહ મારુતી.
  • જેમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ દાસ, સંતો અને 1 હજારથી વધુ હરિભક્તો યજ્ઞમાં બેસવાનો લાભ લેશે.
  • દેશના વિવિધ પ્રાંતમાંથી આવેલા 50થી વધુ બ્રાહ્મણો આ યજ્ઞ કરાવશે.

લાખો લોકોના ટ્રાફિકને ધ્યાને લઈ મંદિર તરફ પ્રવેશવા માટેનો રૂટ.

  • અમદાવાદ – ધંધુકા – બરવાળા તરફથી તથા ભાવનગર – વલ્લભીપુર તરફથી સાળંગપુર – બોટાદ તરફ જતાં ફક્ત કેરીયાઢાળથી વાહનો જ પ્રવેશી શકશે.
  • કેરીયાઢાળ – લાઠીદડ – સમઢીયાળા – સેંથળી – સાળંગપુર (પાર્કિંગ) તરફનો રૂટ વન વે રહેશે.
  • બોટાદથી સાળંગપુર તરફ જતાં તમામ વાહનો માટે ફક્ત જ્યોતીગ્રામ સર્કલ, બોટાદ (ભાવનગર રોડ) – સમઢીયાળા – સેંથળી – સાળંગપુર (પાર્કિંગ) તરફનો રૂટ વન વે રહેશે.
  • અમદાવાદ – ધંધુકા – બરવાળા તરફથી તથા ભાવનગર – વલ્લભીપુર તરફથી બોટાદ તરફ જતાં વાહનો માટે કેરીયાઢાળ – લાઠીદળ – જ્યોતિગ્રામ સર્કલ (બોટાદ)નો રૂટ વન વે રહેશે.
  • સાળંગપુરથી અમદાવાદ – ધંધુકા -બરવાળા તરફ તથા ભાવનગર – વલ્લભીપુર તરફ જતાં વાહનો માટે સાળંગપુર -ખાંભડા -બરવાળા (સાળંગપુર રોડ T પોઇન્ટ) તરફનો રૂટ વન વે રહેશે.
  • સાળંગપુરથી બોટાદ તરફ આવતાં વાહનો માટે સાળંગપુર – સેંથળી – એસ્સાર પેટ્રોલપંપ, બોટાદ (મિલિટ્રી રોડ T રોડ) રૂટ તરફથી વાહનો પસાર થઈ શકશે.
  • બોટાદથી અમદાવાદ તરફ જતાં વાહનો માટે બોટાદ – મિલિટ્રી રોડ – રાણપુર – ધંધુકા રૂટ પરથી વાહનો પસાર થઈ શકશે.
  • બોટાદથી બરવાળા તરફ જતાં વાહનો માટે સમઢીયાળા – લાઠીદડ – કેરીયાઢાળ તરફથી વાહનો પસાર થઈ શકશે.

આ રૂટ પર વાહનો પ્રવેશી શકશે નહીં.

  • અમદાવાદ – ધંધુકા – બરવાળા તરફથી તથા ભાવનગર – વલ્લભીપુર તરફથી સાળંગપુર – બોટાદ તરફ જતાં વાહનો બરવાળા – સાળંગપુર T પોઇન્ટથી પ્રવેશી શકશે નહીં.
  • બોટાદ એસ્સાર પેટ્રોલપંપ, મિલિટ્રી રોડ T પોઇન્ટથી સેંથળી – સાળંગપુર રોડ પર વાહનો પ્રવેશી શકશે નહીં.

આ પણ વાંચોઃ Delhi capitals physio patrick farhart covid positive: IPLમાં કોરોનાની એન્ટ્રી, આ ટીમમાં નોંધાયો પહેલો કેસ- વાંચો વિગત

Gujarati banner 01