4 Boys drowned

Death by drowning: 7 મિત્રો જોતા જ ગંગામાં ડૂબી ગયા, બે વ્યક્તિના મોત

Death by drowning: કાસિમ બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બિનદ્વારા ગામના અમરજિત કુમાર, ઋષભ રાજ અને મોનુ સિંહ પ્રતિમા વિસર્જન દરમિયાન ગંગા નદીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા

નવી દિલ્હી, 16 એપ્રિલઃ Death by drowning: બિહારના મુંગેર જિલ્લામાં બુધવારે બપોરે એક મોટો અકસ્માત થયો હતો. જ્યાં દુર્ગા મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા 7 યુવકો ગંગા નદીમાં ડૂબી ગયા હતા. જેમાંથી બે યુવકોના મોત થયા હતા. જ્યારે 4ને સ્થળ પર હાજર લોકોની મદદથી બચાવી લેવાયા હતા. પરંતુ હજુ એક લાપતા છે અને તેની શોધ ચાલુ છે. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. થોડા સમય પહેલા જ્યાં દેવીના નારા અને જયકાર સંભળાતા હતા. હવે ત્યાં મૃત્યુની ચીસો સંભળાઈ.

સાત યુવક ગંગાના ઊંડાણવાળા વિસ્તારમાં દૂર સુધી જતા રહે છે. એ બાદ તેઓ ડૂબવા લાગે છે અને બચવા માટે બૂમો પાડે છે. આજુબાજુના લોકો તેમને બહાર કાઢવાના પ્રયાસ કરે છે. ચારેબાજુ બૂમબરાડા અને રડવાનો અવાજો આવવા લાગે છે. ચાર યુવકને બચાવી લેવામાં આવે છે, પરંતુ ત્રણ નદીમાં ડૂબી જાય છે. ઘણી શોધખોળ બાદ ત્રણેય યુવકના મૃતદેહ મળે છે.

કાસિમ બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બિનદ્વારા ગામના અમરજિત કુમાર, ઋષભ રાજ અને મોનુ સિંહ પ્રતિમા વિસર્જન દરમિયાન ગંગા નદીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા છે. ગંગામાં ડૂબી જતાં ગામના ત્રણ યુવકનાં મોત થતાં ગામમાં ગમગીની જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ Sarangpur Darshan: આજે હનુમાન જયંતિ નિમિત્તે સારંગપુર જવાનું વિચારી રહ્યા હોય તો, જરુર વાંચી લો આ રુટ વિશે

આ પણ વાંચોઃ Delhi capitals physio patrick farhart covid positive: IPLમાં કોરોનાની એન્ટ્રી, આ ટીમમાં નોંધાયો પહેલો કેસ- વાંચો વિગત

Gujarati banner 01