Harshendu Ojha retires

Senior Cameraman Harshendu Ojha retires: સિનિયર કેમેરામેન હર્ષેન્દુ ઓઝા માહિતી કચેરી, અમદાવાદ ખાતેથી માનભેર વયનિવૃત્તિ થયાં

Senior Cameraman Harshendu Ojha retires: માહિતી વિભાગના વિવિધ વિભાગોના અધિકારીઓ-પદાધિકારીઓએ હર્ષેન્દુ ઓઝા સાથેના પોતાના કાર્યકાળ દરમિયાનના યાદગાર ક્ષણો-અનુભવો વ્યકત કર્યા

  • પોતાના સુદીર્ઘ કાર્યકાળ દરમિયાનના ઘણા પ્રસંગો અને ક્ષણો યાદ કરતા ભાવુક થયા કેમેરાના કસબી હર્ષેન્દુ ઓઝા
  • હર્ષેન્દુ ઓઝાનું નિવૃત્ત જીવન સુખમય અને નિરોગી નીવડે તેવી શુભેચ્છા સાથે ભાવભીની વિદાય આપતી અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરી

અમદાવાદ, 03 નવેમ્બર: Senior Cameraman Harshendu Ojha retires: માહિતી વિભાગના વરિષ્ઠ સિનિયર કેમેરામેન હર્ષેન્દુ ઓઝા 31-10-2023 ના રોજ પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ ખાતેથી માનભેર વયનિવૃત્ત થયા. આ તકે પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના અધિકારી-કર્મચારીઓએ વય નિવૃત્તિ લઈ રહેલા હર્ષેન્દુ ઓઝાને નિવૃત્ત જીવન સુખમય અને નિરોગી નીવડે તેવી શુભેચ્છા સાથે ભાવભીની વિદાય આપી. વિદાય સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવોએ સંપૂર્ણ સ્ટાફ પરિવાર વતી નિવૃત્તિ વેળાએ શાલ ઓઢાડી હર્ષેન્દુ ઓઝાને શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે માહિતી વિભાગના વિવિધ વિભાગોના અધિકારીઓ-પદાધિકારીઓએ હર્ષેન્દુ ઓઝા સાથેના પોતાના કાર્યકાળ દરમિયાન ના યાદગાર ક્ષણો-અનુભવો વ્યકત કર્યા.

છેલ્લાં 30 વર્ષમાં માહિતી વિભાગમાં કેમેરામેન તરીકેની નોંધપાત્ર કામગીરી દ્વારા રાજ્ય-કેન્દ્ર સરકારની લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડી લાભાન્વિત કરવાની શ્રેષ્ઠ કામગીરી કરનાર હર્ષેન્દુ ઓઝાના વિવિધ કાર્યપ્રસંગોને આ પ્રસંગે વાગોળવામાં આવ્યા.

Film piracy: ફિલ્મ પાઇરસીને રોકવા માટે મોટી કાર્યવાહી

Senior Cameraman Harshendu Ojha retires: હર્ષેન્દુ ઓઝાની કેમેરા સ્કીલની સાથોસાથ આગવી કાર્યશૈલી, કોઠાસૂઝ, જનસંપર્ક કળા અને આત્મવિશ્વાસથી કાર્યો પાર પાડવાની કાર્યપદ્ધતિને માહિતી વિભાગની અલગ અલગ શાખાઓના અધિકારીઓ અને કર્મચારીઓએ વાગોળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાછલાં 30 વર્ષોમાં કેમેરાના કસબી ઓઝાએ રાજ્ય સરકારના અનેક મહત્વના કાર્યક્રમો, ઉપક્રમો અને યોજનાઓના પ્રચાર પ્રસારમાં પોતાની કેમેરા સાથેની અને કેમેરા સિવાયની જવાબદારીઓ અને આગવી કાર્યપદ્ધતિ દ્વારા સૌ અધિકારીઓ, કર્મચારીઓમાં પોતાની આગવી છાપ છોડેલી.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *