કstatue of unity Dr jitendra singh

Statue of Unity: સ્ટૅચ્યુ ઑફ યુનિટીની ભવ્યતા જોઈ મંત્રમુગ્ધ થયાં કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ

Statue of Unity: પ્રોજેક્શન મૅપિંગ શો તથા નર્મદા આરતીનો પણ માણ્યો આનંદ

એકતાનગર, 03 નવેમ્બર: Statue of Unity: કેન્દ્રીય સાયન્સ એન્ડ ટેક્નોલૉજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ 2 નવેમ્બરની સાંજે એકતાનગર પહોંચ્યા. અહીં તેમણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે ભવ્ય પ્રોજેક્શન મૅપિંગ શોનો આનંદ પણ માણ્યો. તેની ભવ્ય રજુઆત જોઈ માનનીય મંત્રી મંત્રમુગ્ધ થઈ ગયાં. મોડી સાંજે ડૉ. સિંહે સ્ટૅચ્યુ ઑફ યુનિટીની વ્યુઇંગ ગૅલેરીમાંથી સરદાર સરોવર બંધનો આશ્ચર્યમાં નાખનારો નજારો પણ જોયો.

Digital Life Certificate: કેન્દ્ર સરકારના પેન્શનર્સના રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાન 2.0 શરૂ કરવામાં આવ્યું

ડૉ. જિતેન્દ્ર સિંહે સ્ટૅચ્યુ ઑફ યુનિટીની મુલાકાત બાદ નર્મદા આરતીના દર્શન પણ કર્યાં. નર્મદા આરતીની આધ્યાત્મિકતા જોઈ ડૉ. સિંહ ભક્તિ-ભાવથી પરિપૂર્ણ થઈ ગયાં. નર્મદા આરતી બાદ ઘાટે જ એક શાનદાર લેઝર શોનું પ્રદર્શન પણ માનનીય કેન્દ્રીય મંત્રી સમક્ષ કરવામાં આવ્યું.

મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહનું ડેપ્યુટી કલેક્ટર શિવમ બારિયાએ સ્વાગત કર્યું અને તેમને સ્ટૅચ્યુ ઑફ યુનિટીનું મોમેન્ટો તેમજ એક પુસ્તક ભેંટમાં આપી. આ પ્રસંગે ડૉ. સિંહ સાથે લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય વહીવટી એકેડેમીના ડાયરેક્ટર શ્રીરામ તરણીકાંતિ (IAS) પણ ઉપસ્થિત હતાં.

ડૉ. જિતેન્દ્ર સિંહ સ્ટૅચ્યુ ઑફ યુનિટીની પોતાની ટુંકી યાત્રાથી ખૂબ જ સંતુષ્ટ જણાયાં. સ્ટૅચ્યુ ઑફ યુનિટી તથા વિવિધ આકર્ષણોના વ્યવસ્થિત તેમજ સ્વચ્છ મેન્ટેનન્સ માટે તેમણે સ્થાનિક વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો