Plasma Patient

નવી સિવિલમાં પ્લાઝમા થેરાપીની સફળ સારવારે નિહારિકાબેનને આપી નવી જિંદગી

Plasma Patient

ત્રણ વર્ષના બાળકથી અળગા રહી કોરોનાને મ્હાત આપી

સુરત,૦૭ સપ્ટેમ્બર: નવી સિવિલમાં ૧૫ દિવસની સારવાર દરમિયાન ત્રણ દિવસ વેન્ટીલેટર પર રહ્યાં બાદ પ્લાઝમા થેરાપીના સફળ સારવારે સચિનની મહિલા નિહારિકાબેન પાધીને નવી જિંદગી આપી છે. મૂળ ઓરિસ્સાના વતની અને હાલ સચિન હાઉસિંગના શિવકુપા સોસાયટીમાં રહેતા નિહારિકાબેન પાધી સચિન ખાતે ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. એક મહિના પહેલા પોતાના પિતાના અવસાનથી આઘાતમાં ડૂબેલા નિહારિકાબેન ડિપ્રેશનમાં આવી ગયા હતા. અપૂરતા ઊંઘ અને ખોરાકના પરિણામે તેમની તબિયત લથડતા તા.૬ ઓગસ્ટે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા, જ્યા કોરોના ટેસ્ટ કરાતા પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. ૧૫ દિવસની સારવારના અંતે કોરોનાને મ્હાત આપી હતી.

ફરજ પરના તબીબ ડો.અશ્વિનભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ કોવિડ વોર્ડમાં તેમની સારવાર શરૂ કરવામાં આવી. રેસિડેન્ટ ડો.સંકેત ઠક્કરે કહ્યું કે, ‘નિહારિકાબેન જ્યારે દાખલ થયા ત્યારે તેમનું ઓક્સિજન લેવલ ઘટીને ૮૩ ટકા જેટલું હતું. શરૂઆતથી જ ઓક્સિજન પર રાખવામાં આવ્યા. દર્દીને ત્રણ દિવસ બાયપેપ NRBM-નોન રિબ્રિધર માસ્ક પર રાખવામાં આવ્યા તબિયતમાં સુધારો ન થતાં તબીબો દ્વારા પ્લાઝમાનું સફળ ટ્રાન્ફ્યુઝન કરવામાં આવ્યું. જેમનું ડી- ડિમેરનું લેવલ ૫૦૦થી ઓછું હોવું જોઈએ, જે એક સમયે ૮૦૦૦ સુધી પહોંચી ગયું હતું. જે અત્યંત ગંભીર કહેવાય. ડી- ડિમેર ધીરે ધીરે નોર્મલ થતા અને પ્લાઝમા થેરાપી અને સમયસર યોગ્ય સારવાર મળતા ૧૬ ઓગસ્ટે ઓકસિજન લેવલ નોર્મલ થયું. આમ, સફળ પ્લાઝમાં ટ્રાન્સફ્યુઝનથી સુરતમાં વધુ એક દર્દીને નવજીવન મળ્યું છે.

નિહારિકાબેને જણાવે છે કે, ‘કોરોનાથી મને મુક્ત કરવાનું શ્રેય હું સિવિલ હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફને જાય છે. સમયસર સારવાર સાથે પ્લાઝમા થેરાપીથી હું ફરીવાર બેઠી થઈ છું. મારા ત્રણ વર્ષના દિકરા શ્લોકની પતિએ સંભાળ રાખી હતી.
મેડિસિન વિભાગના ડો.અશ્વિન વસાવા, ડો. અમિત ગામીત અને ડો.વિવેક ગર્ગની ટીમ અને ડો. સંકેત ઠક્કરના ટીમનો સફળ ઉપચાર અને પ્લાઝમા થેરાપીના ઉપચારથી સચિનના નર્સ નિહારિકાબેનને કોરોનાની લડાઈમાં જીત અપાવ

Banner City