114032185 onlineshopping

દેશભરમાં ઓનલાઇન ફ્રોડ વધવાના કારણે, સરકારે જાહેર કર્યુ નકલી વેબસાઇટનું લિસ્ટ

114032185 onlineshopping

નવી દિલ્હી, 18 ડિસેમ્બરઃ અત્યારે દરેક લોકો પોતાના મોટાભાગના કામ ઓનલાઇન કરે છે. જેના કારણે દેશભરમાં વધી રહેલા ઓનલાઈન ફ્રોડને લઈને સરકારે હવે નકલી વેબસાઈટનું લિસ્ટ જાહેર કર્યુ છે. જો આપ પણ આ વેબસાઈટનો ઉપયોગ કરતા હોઉ તો સાવધાન થઈ જશે. નહીં તો તમારા ખાતામાં એક રૂપિયો પણ નહીં રહે. તમારૂ બેંક અકાઉન્ટ અને પર્સનલ ડેટાની ચોરી પણ થઈ શકે છે. એક બાજૂ ઓનલાઈન નેટવર્કે જ્યાં લોકોના કામ સરળ કરી દીધા છે, ત્યાં સાઈબર ક્રાઈમની ફરિયાદો પણ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે, PIB અને સરકારી બેંકો તરફથી સમય સમયે એલર્ટ જાહેર કરવામાં આવશે અને લોકોને આ અંગે ચેતવણી પણ આપવામાં આવે છે.

whatsapp banner 1

પીઆઈબીએ આ વખતે 6 વેબસાઈટનું લિસ્ટ જાહેર કર્યુ છે. જેમાં યુઝર્સને આ વેબસાઈટથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. જો તમે પણ આ વેબસાઈટ લિંકને ટચ કરશો, તો જીવનભરની કમાણી તમારી ગાયબ થઈ જશે. નોંધનીય છે કે, તેમાં સ્કોલરશિપથી લઈને ફ્રીમાં લેપટોપ આપવાની જાહેરાત આપતી વેબસાઈટો પણ સામેલ છે. યુઝર્સે આ વેબસાઈટોથી દૂર રહેવું.

ઉલ્લેખનીય છે કે, પીઆઈબી ભ્રામક ખબરો વિરુદ્ધ એક્શન લે છે અને સામાન્ય નાગરિકોને સતર્ક કરે છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મેસેજની સચ્ચાઈ સામે લાવે છે.

આ પણ વાંચો…

ખેડૂત આંદોલન પર ભાજપએ યોજી મહત્વની બેઠક, જેમાં લેવાયો આ નિર્ણય