india and us flag 0011222

શંકાના કારણે અમેરિકન નાણાં મંત્રાલયે ભારત સહિત આ દેશોને મુક્યા વોચલિસ્ટમાં!

india and us flag 0011222

અમદાવાદ, 18 ડિસેમ્બરઃ અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો છેલ્લાય કેટલાંક વર્ષોથી સુધારો આવ્યો છે. પરંતુ અમેરિકામાં આવેલી બિડેનની સરકારે ભારતની સાથે અનેક દેશો પર અર્થતંત્રને લઇ શંકા કરી છે. તાજેતરમાં જ મંત્રાલયે અમેરિકન કોંગ્રેસને અહેવાલ આપ્યો હતો. એમાં ભારત સહિતના ઘણાં દેશોને કરન્સી વોચલિસ્ટમાં મૂકવાની જાહેરાત કરી હતી. ડોલરની સામે વેલ્યૂ વધારવા માટે કરન્સીમાં હેરાફેરી થવાની શક્યતા હોય એવા કિસ્સામાં કરન્સી વોચલિસ્ટમાં મૂકવામાં આવે છે.

ડોલર સામે કરન્સીનું મૂલ્ય વધારવા માટે શંકાસ્પદ ગતિવિધિ થવાની શક્યતા હોય એવા દેશને અમેરિકા દર વર્ષે કરન્સી વોચલિસ્ટમાં મૂકે છે. એટલે કે એ દેશોની કરન્સી પર ધ્યાન રાખવું જરૃરી છે, કારણ કે વોચલિસ્ટમાં સામેલ કરાયેલા દેશો કરન્સીની વેલ્યૂ વધારવા માટે કંઈક શંકાસ્પદ તરિકા અજમાવી શકે છે.

આ શંકાના કારણે અમેરિકાના નાણા વિભાગે ભારતને પણ કરન્સી વોચલિસ્ટમાં મૂક્યું છે. ભારત આર્થિક રીતે અમેરિકાનું ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદાર હોવા છતાં અમેરિકાએ આ પગલું ભર્યું તે ચોંકાવનારું છે. ભારત ઉપરાંત ચીન-જાપાન-જર્મની-દક્ષિણ કોરિયા-ઈટાલી-સિંગાપોર-મલેશિયાને પણ અમેરિકાએ કરન્સી વોચલિસ્ટમાં રાખ્યા છે. તે ઉપરાંત સ્વિટઝર્લેન્ડ, તાઈવાન, વિયેટનામ  અને થાઈલેન્ડને કરન્સી મેનીપ્યુલેટર્સના લિસ્ટમાં મૂકાયા છે. નાણા વિભાગના અહેવાલમાં અમેરિકન કોંગ્રેસ સમક્ષ કહેવાયું હતું કે જે દેશો વોચલિસ્ટમાં છે તે ડોલર સામે વેલ્યૂ વધારવા માટે કંઈક પગલાં ભરી શકે છે. એટલે તેના પર મોનિટરિંગ રાખવું જોઈએ.

અમેરિકાના અહેવાલમાં ઈશારો થયો હતો કે આ દેશો એવા પગલાં ભરી શકે છે, જેનાથી અમેરિકાના અર્થતંત્રને અને અમેરિકન કંપનીઓને નુકસાન થઈ શકે છે, તેનાથી સરવાળે અમેરિકન કરન્સીને પણ નુકસાન થઈ શકે. એનાથી બચવા માટે આ દેશોની અર્થનીતિ પર નજર રાખવાનું સૂચન આ અહેવાલમાં થયું હતું.

આ પણ વાંચો…

દેશભરમાં ઓનલાઇન ફ્રોડ વધવાના કારણે, સરકારે જાહેર કર્યુ નકલી વેબસાઇટનું લિસ્ટ