CCTV highway

Traffic police e challan penalty: ઝડપથી વાહન ચલાવતા ચાલકો, ચેતી જજો અમદાવાદના આ રસ્તા પર સ્પીડ ગનથી ટ્રાફિક પોલીસ ની બાજ નજર

Traffic police e challan penalty: અમદાવાદમાં અકસ્માતો વધતા સ્પીડ ગનથી 32 હજારથી વધુ ઈ ચલણ થયા ઈસ્યુ, જાણો કેટલો થયો દંડ

 Traffic police e challan penalty: સ્પીડ ગનનો ઉપયોગ કરીને ઈ-મેમો ઈશ્યુ કરવાની ઝુંબેશ ગત ફેબ્રુઆરી 2022થી શરૂ કરવામાં આવી હતી.

અમદાવાદ , 25 ઓક્ટોબર: Traffic police e challan penalty: ઝડપભેર દોડતા વાહનોના કારણે માર્ગ અકસ્માતમાં વધારો થયો છે ત્યારે તેને કાબુમાં લેવા માટે એસજી હાઈવે, એસપી રીંગ રોડ સહિતના પોઈન્ટ પર સ્પીડ ગન દ્વારા  ઈ-ચલણ ઈશ્યુ કરવામાં આવ્યા છે. સ્પીડ ગનથી જનરેટ થતા ઈ-ચલાન માટે દંડની રકમ રૂ. 6.81 કરોડથી વધુ છે.

શહેરના SG હાઈવે અને સરદાર પટેલ રીંગ રોડ સહિતના કેટલાક મહત્વના ટ્રાફિક પોઈન્ટના માર્ગો પર નિર્ધારિત મર્યાદા કરતા વધુ ઝડપે વાહનોની ઝડપને કારણે માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેથી છેલ્લા સાત મહિનાથી શહેરની ટ્રાફિક પોલીસ સ્પીડ ગનનો ઉપયોગ કરીને ઈ-મેમો ઈશ્યુ કરી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં 32 હજારથી વધુ ઈ-મેમો જારી કર્યા છે. વસુલાતની સાથે સાથે અનેક કેસમાં ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

signal lights 1

 સ્પીડ ગનનો ઉપયોગ કરીને ઈ-મેમો ઈશ્યુ કરવાની ઝુંબેશ ગત ફેબ્રુઆરી 2022થી શરૂ કરવામાં આવી હતી. ખાસ કરીને ઓવર સ્પીડમાં ચાલતા વાહનો સૌથી ખતરનાક છે અને મોટાભાગના માર્ગ અકસ્માતો માટે ઓવર સ્પીડિંગ જવાબદાર છે. તેથી, આ બાબતને ખૂબ ગંભીરતાથી લેવામાં આવી છે. જેમાં સ્ટંટની સાથે સાથે ઝડપભેર દોડતા વાહનોના ચાલકો સામે ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે. આટલું જ નહીં કેટલાક કિસ્સામાં લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહીની જોગવાઈ છે. ખાસ કરીને એસજી હાઈવે પર ઓવર સ્પીડના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો..Trying to smuggle drugs into Gujarat: દિવાળીના તહેવારોનો લાભ ઉઠાવી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન ફરી એકવાર નિષ્ફળ

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *