Shampoos

Unilever shampoos: યુનિલિવરે પરત ખેંચ્યા અનેક પ્રકારના ડ્રાય શેમ્પૂ, જાણો શું છે કારણ…

Unilever shampoos: શેમ્પૂમાં કેન્સર પેદા કરતું ખતરનાક કેમિકલ મળી આવ્યું

નવી દિલ્હી, 25 ઓક્ટોબર: Unilever shampoos: જાણીતી કંપની યુનિલિવરની ઘણી બ્રાન્ડના શેમ્પૂમાં કેન્સર પેદા કરતું કેમિકલ મળી આવ્યું છે. કંપનીએ યુએસ માર્કેટમાંથી Dove, Nexxus, Suave, TIGI અને TRESemmé Aerosol Dry Shampoosને પાછા બોલાવ્યા છે.

યુનિલિવરની ઘણી બ્રાન્ડના શેમ્પૂમાં કેન્સર પેદા કરતું કેમિકલ મળી આવ્યું છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) અનુસાર, આ ઉત્પાદનો ઓક્ટોબર 2021 પહેલા બનાવવામાં આવ્યા હતા અને દેશભરના રિટેલર્સને વિતરણ કરવામાં આવ્યા હતા. જે પ્રોડક્ટ્સ પરત ખેંચવામાં આવી છે તેમાં ડવ ડ્રાય શેમ્પૂ વોલ્યુમ એન્ડ ફુલનેસ, ડવ ડ્રાય શેમ્પૂ ફ્રેશ કોકોનટ, નેક્સસ ડ્રાય શેમ્પૂ રિફ્રેશિંગ મિસ્ટ અને સુવે પ્રોફેશનલ્સ ડ્રાય શેમ્પૂ રિફ્રેશ એન્ડ રિવાઈવનો સમાવેશ થાય છે.

બેન્ઝીન મનુષ્યમાં કેન્સરનું કારણ બની શકે છે. FDA એ તેની રિકોલ નોટિસમાં કહ્યું છે કે બેન્ઝીન માનવ શરીરમાં અનેક રીતે પ્રવેશી શકે છે. તે ગંધ દ્વારા, મોં દ્વારા અને ચામડી દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે. તેનાથી લ્યુકેમિયા અને બ્લડ કેન્સર થઈ શકે છે. યુનિલિવરે તરત જ આ અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી.

યુનિલિવરનું પગલું ફરી એકવાર પર્સનલ કેર પ્રોડક્ટ્સમાં એરોસોલ્સની હાજરી પર સવાલો ઉભા કરી રહ્યું છે. છેલ્લા દોઢ વર્ષ દરમિયાન બજારમાંથી ઘણી એરોસોલ સનસ્ક્રીન મંગાવવામાં આવી છે. તેમાં જ્હોન્સન એન્ડ જ્હોન્સનની પ્રોડક્ટ પણ સામેલ હતી. આ ઉપરાંત ગયા વર્ષે, પ્રોક્ટર એન્ડ ગેમ્બલે પણ 30 થી વધુ એરોસોલ સ્પ્રે હેરકેર ઉત્પાદનોને પાછા બોલાવ્યા હતા. તેમાં ડ્રાય શેમ્પૂ અને ડ્રાય કન્ડિશનરનો સમાવેશ થતો હતો.

આ પણ વાંચો: Rajkot division swachhta abhiyan: રાજકોટ રેલવે ડિવિઝનના સ્ટેશનો પર સઘન સફાઈ માટે ચલાવવામાં આવી રહ્યું સ્વચ્છતા અભિયાન

Gujarati banner 01