Nursing Student Sayaji Hospital 3

સયાજી હોસ્પિટલમાં નર્સિંગ માનવ સંપદામાં ૧૨૫ નો વધારો

સયાજી હોસ્પિટલમાં ૯૫ નર્સિંગ સહાયકો જોડાયાં: વધુ ૩૦ જોડાશે: નર્સિંગ માનવ સંપદામાં ૧૨૫ નો વધારો થશે

વડોદરા,૨૧ સપ્ટેમ્બર:ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે આપદા નિયંત્રણ અને રોગચાળા નિયમનના કાયદાની જોગવાઇઓ હેઠળ આપેલી સૂચનાઓના અમલરૂપે આજે સરકારી નર્સિંગ કોલેજોના ૯૫ વિદ્યાર્થીઓ સયાજી હોસ્પિટલમાં જોડાયા છે.

આવતીકાલે વધુ ૩૦ વિદ્યાર્થીઓ જોડાવાના છે જેના પગલે નર્સિંગ માનવ સંપદામા ૧૨૫ નો વધારો થતાં કમીનું નિવારણ થશે અને કોવિડ સારવાર સુવિધાનું મજબૂતીકરણ થશે.
ડો.રાવે કોવિડ આર્મીમાં તેમના પ્રવેશને આવકારીને કોરોના વોરિયર તરીકે મળેલી તકને સાર્થક કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ડો.રાવે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજીને કોવિડ સારવારના સંદર્ભમાં પરિસ્થિતિ ની સમીક્ષા કરી હતી.

loading…


તેમણે જણાવ્યું કે સયાજી હોસ્પિટલમાં કોવિડ સારવાર સુવિધા હેઠળ ૫૭૫ પથારી ની ક્ષમતા છે,જે પૈકી હાલમાં ૩૩૧ પથારી દર્દીઓથી રોકાયેલી છે અને ૨૪૪ પથારી ખાલી છે.
તેવી જ રીતે ,અત્રે ૧૦૦ અતિ અદ્યતન વેન્ટિલેટર છે જે પૈકી ૫૪ પર દર્દીઓની સારવાર ચાલી રહી છે અને ૪૬ ખાલી છે.