freepressjournal 2020 12 8c39932e c25f 499d 8dcd 0368154e5784 Uddhav File ANI

ગુજરાત બાદ આ રાજ્યમાં પણ આજથી છ મહિના સુધી માસ્ક પહેરવું બન્યું ફરજિયાત, નહીં તો લેવામાં આવશે દંડ

freepressjournal 2020 12 8c39932e c25f 499d 8dcd 0368154e5784 Uddhav File ANI

મુંબઇ,21 ડિસેમ્બરઃ સમગ્ર દેશમાં કોરોનાનો પ્રકોપ વધારે રહ્યો છે. હજુ પણ ત્યાં કોરોના વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરાનાને રોકવા માટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે એક મહત્વની જાહેરાત કરી છે. જે પ્રમાણે આગામી છ મહિના સુધી મહારાષ્ટ્રમાં માસ્ક પહેરવાનું અનિવાર્ય રહેશે, આ સાથે જ તેમણે જમાવ્યું કે હું મહારાષ્ટ્રમાં નાઇટ કર્ફ્યુ અને લોકડાઉનના પક્ષમાં નથી. તેમણે કહ્યું કે હવે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ કર્ફ્યુ કે લોકડાઉન લગાવવામાં આવશે નહીં. રાજ્યમાં સંપૂર્ણ રીતે તો ના કહી શકાય પરંતુ તેમ છતા કોરોનાના સંક્રમણની સ્થિતિ નિયંત્રણમાં છે.

whatsapp banner 1

ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રની જનતાને સોશિયલ મીડિયાના માધ્યમથી સંબોધિત કરી રહ્યા હતા. જેમાં તેઓ આરે, મેટ્રો શેડ, કોરોના વાયરસ વગેરે મુદ્દા પર ચર્ચા કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે નિષ્ણાંતો ભારતમાં ફરી એક વખત લોકડાઉન લગાવવાના પક્ષમાં છે. પરંતુ તેઓ આવા કોઇ નિર્ણયના સમર્થનમાં નથી. તેમણે આગળ કહ્યું કે સારવાર કરતા શ્રેષ્ઠ સાવચેતી છે. લોકોએ ઓછામાં ઓછા આગામી છ મહિના સુધી સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવા પડશે.

આ પણ વાંચો…

ખેડૂતોએ કરી 24 કલાક સુધી ભૂખ હડતાળ કરવાની જાહેરાત,મન કી બાત દરમિયાન વગાડશે થાળીઓ