CM Vijay Rupani image

Ahmedabad development: સીએમ રૂપાણીએ AMC ને અમદાવાદ શહેરના વિકાસ માટે ફાળવ્યા 702 કરોડ રૂપિયા- વાંચો વિગત

Ahmedabad development: બિલ્ડીંગ, શાળા, બોર્ડ ઓફિસ, મલ્ટીલેવલ પાર્કિગ જેવા સામાજિક આંતરમાળખાકીય વિકાસના 6 કામો માટે 85 કરોડ રૂપિયાની ફાળવણી કરી

અમદાવાદ, 03 જુલાઇઃ Ahmedabad development: મુખ્યમંત્રી વિજય રૂપાણીએઅમદાવાદ મહાનગર પાલિકા (AMC) વિસ્તારમાં વિવિધ વિકાસ કામો (Development Works) માટે 702 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો જનહિત સુખાકારી નિર્ણય કર્યો છે. આ રકમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાઅન્વયે અમદાવાદ મહાનગરપાલિકાને ફાળવવામાં આવી છે.

  • ર૦ર૧-રરના વર્ષમાં ૮ મહાનગરોને ભૌતિક આંતરમાળખાકીય વિકાસ-સામાજીક આંતરમાળખાકીય વિકાસ કામો માટે રૂ. ૧૬૯૯ કરોડની ફાળવણી કરવામાં આવી
  • મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે ૮ મહાનગર પાલિકાઓ માટે ર૦-ર૧ના વર્ષમાં રૂ. ર૦૦ કરોડ મંજૂર થયા
  • રાજ્યની ૮ મહા નગર પાલિકાઓને ર૦-ર૧ના વર્ષમાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આંતરમાળખાકીય વિકાસ કામો માટે કુલ રૂ. ૧પપપ કરોડ મંજૂર થયા છે

મુખ્યમંત્રીએ (CM Rupani) અમદાવાદ મહાનગરમાં રોડ રિસરફેસીંગ (Road Resurfacing) તથા માઇક્રો સરફેસીંગ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો, પાણી પૂરવઠાના કામો તથા ફાયર સાધનો, તળાવ ડેવલપમેન્ટ વગેરે માટે 354.80 કરોડ રૂપિયા ફાળવ્યા છે. બિલ્ડીંગ, શાળા, બોર્ડ ઓફિસ, મલ્ટીલેવલ પાર્કિગ જેવા સામાજિક આંતરમાળખાકીય વિકાસના 6 કામો માટે 85 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

Whatsapp Join Banner Guj

અમદાવાદ મહાનગર પાલિકા (AMC) વિસ્તારમાં 2 રેલ્વે ઓવરબ્રીજ અને 1 રેલ્વે અન્ડરબ્રીજના કામો માટે 8 કરોડ રૂપિયા મુખ્યમંત્રીએ ફાળવ્યા છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગતના રસ્તાના કુલ 41 કામો માટે રૂ. 90 કરોડની ફાળવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઉપરાંત રોડ, રસ્તા, પાણી, ગટર વિગેરેના હાલમાં કાર્યરત પ્રોજેકટસ માટે રૂ. 164 કરોડ ફાળવ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી સમગ્રતયા અમદાવાદ મહાનગર પાલીકા વિસ્તારના બહુવિધ વિકાસ કામો માટે 702 કરોડની માતબર રકમની ફાળવણી કરી છે. આના પરિણામે અમદાવાદ મહાનગરના વિકાસ કામોમાં વધુ ગતિ આવશે.

આ પણ વાંચોઃ Gujarat corona update: કોરોનાના નવા 76 નવા કેસ નોંધાયા, રાજ્યનો રિકવરી રટે 98.47 એ પહોંચ્યો