Alpesh kathiriya

Alpesh Kathiriya will join AAP party: અલ્પેશ કથિરીયા આવતી કાલે આપ પાર્ટીમાં જોડાશે, કેટલા સમીકરણો બદલાશે?

Alpesh Kathiriya will join AAP party: પાસના સંયોજક આપમાં – અલ્પેશ કથિરીયા આવતી કાલે આપ પાર્ટીમાં જોડાશે, કેટલા સમીકરણો બદલાશે

સૂરતમાંથી તેઓ ચૂંટણી લડી શકે છે. આ ઉપરાંત તેમની સાથે જોડાઈ રહેલા ધાર્મિક પટેલ ઓલપાડ બેઠકમાંથી ચૂંટણી લડી શકે છે.

સુરત, 29 ઓક્ટોબર: Alpesh Kathiriya will join AAP party: આવતી કાલે અલ્પેશ કથિરીયા આપ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ખાસ કરીને અગાઉ ભાજપમાં જોડાવવાને લઈને અટકળો તેજ બની હતી ત્યારે તેઓ આપમાં જોડાઈ રહ્યો છે. સમીકરણો કથિરીયાના આપ પાર્ટીમાં જોડાવાથી બદલાઈ શકે છે. 

મળતી વિગતો અનુસાર અલ્પેશ કથિરીયા ઉપરાંત ધાર્મિક માલવીયા પણ આપ પાર્ટીમાં જોડાશે. વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગતિવિધીઓ તેજ થતી જોવા મળી રહી છે. ત્યારે અલ્પેશ કથિરીયાને લઈને ઘણા સમયથી ચૂંટણી પહેલા રાજકીય ક્ષેત્રે જોડાવાની વાતને લઈને ચર્ચાએ જોર પકડ્યું હતું. 

આ પણ વાંચો..AAP CM Candidate voting: મુખ્યમંત્રી બનાવવા માટે જનતાનો અભિપ્રાય જાણવા માટે નંબર જારી કરીએ છીએ :અરવિંદ કેજરીવાલ

ખાસ કરીને અલ્પેશ કથિરીયા સૂરતમાં વરાછા વિસ્તારમાંથી પ્રભૂત્વ ધરાવે છે. જેથી સૂરતમાંથી તેઓ ચૂંટણી લડી શકે છે. આ ઉપરાંત તેમની સાથે જોડાઈ રહેલા ધાર્મિક પટેલ ઓલપાડ બેઠકમાંથી ચૂંટણી લડી શકે છે. તેવી અત્યારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 

તમામ આંદોલન સાથે જોડાયેલા પાસના સંયોજકો એવા કથિરીયા કોઈ પણ રાજકિય પક્ષમાં જોડાયા નહોતા પરંતુ અલ્પેશ કથિરીયા આવતી કાલે ગારીયાધારમાં અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં વિધીવત રીતે જોડાશે. આમ અલ્પેશ કથિરીયાની રાજકીય પાર્ટીમાં જોડાવવાની વાતને લઈને આ મોટા સમાચાર સામે આવ્યા છે. 

Gujarati banner 01