Breaking news: રાજ્યમાં RTPCR ટેસ્ટની ક્ષમતા બમણી થશે, આ સંસ્થાઓમાં પણ પરીક્ષણ કરાશે- વાંચો સંપૂર્ણ અહેવાલ

Breaking news: ૨૬ શૈક્ષણિક સંસ્થાનોમાં આવતીકાલથી જ આરટીપીસીઆર ટેસ્ટ શરૂ કરાશે.

  • ગુજરાતની 26 શૈક્ષણિક સંસ્થાઓમાં આરટી પીસીઆર ટેસ્ટની સુવિધા શરૂ કરાશે
  • સ્થાનિક આરોગ્ય તંત્ર સેમ્પલ કલેક્ટ કરશે અને આ શૈક્ષણિક સંસ્થાનોમાં પરીક્ષણ કરાશે.

ગાંધીનગર, 18 એપ્રિલઃ Breaking news: રાજ્ય RTPCR ટેસ્ટની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા ૨૬ શૈક્ષણિક સંસ્થાઓમાં RTPCR ટેસ્ટની વ્યવસ્થા શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. માઇક્રોબાયોલોજી અને બાયોટેક્નોલોજી લેબોરેટરીની સુવિધાઓ ધરાવતા આ શૈક્ષણિક સંસ્થાનોમાં RTPCR ટેસ્ટ શરૂ કરાશે. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે એ જણાવ્યું હતું કે, ૨૬ શૈક્ષણિક સંસ્થાનોમાં આવતીકાલથી જ આરટીપીસીઆર ટેસ્ટ શરૂ કરાશે. જેનાથી તમામ જિલ્લાઓમાં આરોગ્યના વહીવટીતંત્રને મોટી મદદ મળશે. જે તે જિલ્લાઓમાં આરોગ્ય તંત્ર RTPCR ટેસ્ટ માટે સેમ્પલ કલેક્ટ કરશે અને આર આ લેબોરેટરીઓને મોકલી આપશે.

Breking news:

ગુજરાત રાજ્યની વર્તમાન ટેસ્ટિંગ ક્ષમતામાં આ વધારાની ૨૬ સંસ્થાઓની સુવિધા ઉમેરાતાં આર ટી પી સી આર ટેસ્ટ ક્ષમતા લગભગ બમણી થઈ જશે. કયા જિલ્લામાં કઈ શૈક્ષણિક સંસ્થામાં RTPCR test ની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે તેની યાદી આ સાથે છે

Breking news:

ઉલ્લેખનીય છે કે, દર્દીઓ સીધા જ આ શૈક્ષણિક સંસ્થાઓમાં ટેસ્ટ માટે નહીં જઈ શકે, પરંતુ સ્થાનિક વહીવટીતંત્ર સેમ્પલ કલેક્ટ કરીને આ લેબોરેટરીઓ મારફતે આરટી પીસીઆર ટેસ્ટ રિપોર્ટ મેળવી આપશે.

આ પણ વાંચો….

કુમકુમ મંદિર(kumkum mandir) ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ર૪૦ મી જયંતી અને ર૮ મો પાટોત્સવ ઓનલાઇન ઉજવાશે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *