CM Rupani 1010

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ગુજરાત સરકારના પાંચ લાખથી વધુ કર્મયોગીઓને દિપાવલી ભેટ

CM Vijay Rupani Diwali gift

સરકારમાં સેવારત તમામ અધિકારી-કર્મચારીઓને ૧૦ હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ રાજ્ય સરકાર આપશે

ડિજિટલ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહિત કરવા રૂ-પે કાર્ડ સ્વરૂપમાં અપાશે ફેસ્ટિવલ એડવાન્સની રકમ


અંદાજે રૂ. પ૦૦ કરોડ રૂપિયાની નાણાં જોગવાઇ

  • દિપાવલીના તહેવારોમાં લોકોને ખરીદીમાં સરળતા રહેશે
  • નાના વેપાર-ધંધા રોજગારને વેગ મળશે
  • રાષ્ટ્ર-રાજ્યના અર્થતંત્રમાં પ્રવર્તમાન સ્થિતીમાં નવી ગતિ મળશે

અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ

ગાંધીનગર, ૧૨ નવેમ્બર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય સરકારના પાંચ લાખથી વધુ અધિકારી કર્મચારીઓને દીપાવલી ભેટ રૂપે તહેવાર પેશગી આપવાનો ઉદાત્ત નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીના આ કર્મયોગી હિતકારી નિર્ણયને પરિણામે રાજ્ય સરકારમાં સેવારત તમામ અધિકારી કર્મચારીઓને દીપાવલી નૂતનવર્ષ તહેવારોના અવસરે ૧૦ હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ તરીકે વગર વ્યાજે મળશે. રાજ્ય સરકારે આ હેતુસર અંદાજે રૂ. પ૦૦ કરોડની નાણાં જોગવાઇ કરી છે.

ડિજિટલ ટ્રાન્ઝેકશનને વધુ પ્રોત્સાહિત કરવા આ એડવાન્સની રકમ અધિકારીઓ કર્મચારીઓને રૂપે કાર્ડના સ્વરૂપમાં આપવામાં આવશે.અધિકારીઓ-કર્મચારીઓને મળનારી આ પેશગી રાજ્ય સરકાર દ્વારા વગર વ્યાજે ૧૦ માસિક સરખા હપ્તામાં પરત લેવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના આ ઉદ્દાત નિર્ણયને પરિણામે દીપાવલીના તહેવારોમાં લોકોને ચીજ વસ્તુઓની ખરીદીમાં સુગમતા રહેશે તેના પરિણામે નાના વ્યાપારીઓના વ્યવસાય રોજગારને વેગ મળશે.
પ્રવર્તમાન સ્થિતીમાં દેશ તથા રાજ્યના અર્થતંત્રને પણ નવી ગતિ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *