CM at Jamnagar

CM at Jamnagar: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વરસાદથી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાતે

CM at Jamnagar: ગ્રામજનો સાથે વાતચીત કરી વરસાદ થી તેમને થયેલા નુકશાન ની વિગતો ગ્રામજનો સાથે સંવેદના પૂર્વક પ્રત્યક્ષ સાંભળીને મેળવી હતી.મુખ્યમંત્રી એ આ અસરગ્રસ્તો ને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર તમામ મદદ સહાય ની ખાતરી આપી

જામનગર, 14 સપ્ટેમ્બરઃ CM at Jamnagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે ભારે વરસાદ થી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી વરસાદ થી તેમને થયેલા નુકશાન ની વિગતો ગ્રામજનો સાથે સંવેદના પૂર્વક પ્રત્યક્ષ સાંભળીને મેળવી હતી.મુખ્યમંત્રી એ આ અસરગ્રસ્તો ને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર તમામ મદદ સહાય ની ખાતરી આપતા કહ્યું કે કોઈ અસરગ્રસ્ત સહાય થી વંચિત ન રહી જાય અને અગાઉ કરતા પણ તે સૌ નું જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે.

મુખ્યમંત્રી એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર જામનગરના ફોટો શેર કર્યા સાથે લખ્યુ હતું, જામનગર જિલ્લામાં ભારે વરસાદથી સૌથી વધુ અસર પામેલા ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી તેમને થયેલા નુકસાનની વિગતો ગ્રામજનો સાથે સંવેદનાપૂર્વક પ્રત્યક્ષ સાંભળીને મેળવી હતી.

આ પણ વાંચોઃ Three people died of suffocation: ઘાટલોડિયામાં પફ બનાવતા કારખાનામાં ગેસની ગૂંગળામણથી ત્રણનાં મોત- વાંચો વિગત


મુખ્યમંત્રી સાથે જામનગર ના સાંસદ પૂનમ બહેન,પૂર્વ મંત્રી હકુભા જાડેજા,ધારાસભ્ય રાઘવજી પટેલ,મેયર તેમજ અન્ય પદાધિકારીઓ,મુખ્ય સચિવ પંકજ કુમાર, કમિશનર વિજય ખરાડી,કલેકટર સૌરભ પારઘી વગેરે પણ જોડાયા હતા.

Whatsapp Join Banner Guj