cm bhupendra Patel inauguration

CM inaugurating chintan shibir: રાજ્યના સહકાર વિભાગની બે દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

  • ગ્રામીણ મહિલાઓ નાના વ્યવસાયકારોને આત્મનિર્ભરતાના માર્ગે વાળવા સહકારીતાનો વ્યાપક લાભ પહોંચાડવા
    વિભાગના અધિકારીઓ કેટેલીક એજન્ટ બને* મુખ્યમંત્રી નું આહવાન
  • પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે ખેડૂત સહકારી મંડળીઓને વેગ આપવા અનુરોધ કરતા મુખ્યમંત્રી

CM inaugurating chintan shibir: ચિંતન શિબિરનું સામૂહિક ચિંતન-મનન લોકહિતકારી અને ગુડ ગવર્નન્સની સાચી દિશા છે: ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર, ૦૯ ફેબ્રુઆરી: CM inaugurating chintan shibir: રાજ્ય ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સહકાર વિભાગની બે દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ (CM inaugurating chintan shibir) કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ચિંતન શિબિરના માધ્યમથી સામૂહિક ચિંતન અને મનનનું જે નવનિત નીકળે તે લોકહિતકારી અને ગુડ ગવર્નન્સ સુશાસનની સાચી દિશા છે. ભૂપેન્દ્ર પટેલ રાજ્યના સહકાર વિભાગના ઉચ્ચ અધિકારીઓની દ્વિદિવસીય ચિંતન શિબિરના શુભારંભ (CM inaugurating chintan shibir) અવસરે વીડિયો કોન્ફરન્સ થી સંબોધન કરી રહ્યા હતા.

અમદાવાદમાં સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થાન- સ્પીપા ખાતે યોજાઇ રહેલી આ ચિંતન શિબિરમાં રાજ્યના જિલ્લા સહકારી રજિસ્ટ્રારઓ તથા વર્ગ-૧-રના અધિકારીઓ સહભાગી થઇ રહ્યા છે. મુખ્યમંત્રીએ આ શિબિરનો વર્ચ્યુઅલ માધ્યમ થી પ્રારંભ કરાવ્યો તે વેળાએ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, રાજ્યમંત્રી મુકેશ પટેલ અને જિતુભાઇ ચૌધરી તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, સહકાર વિભાગના સચિવ નલિન ઉપાધ્યાય વગેરે પણ જોડાયા હતા.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચિંતન શિબિરનો આપેલો સફળ અભિગમ આપણે વધુ વેગવંતો બનાવવો છે. તેમણે ઉમેર્યું કે, સમાનહિત માટે એક સમાન ધ્યેય સાથે સૌના સાથ સૌના વિકાસ અને સૌના વિશ્વાસના મંત્રના પાયા ઉપર સહકારી ક્ષેત્ર વિકાસનું આગવું મોડેલ બન્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, સહકાર ક્ષેત્ર ગ્રામ્ય અર્થતંત્રને ખૂબ નજીકથી સ્પર્શતું ક્ષેત્ર છે એટલું જ નહીં, ખેડૂતો, ઉદ્યમી મહિલાઓ, નાના વ્યવસાયકારો માટે આ ક્ષેત્રમાં સફળતાના અવસરો પડેલા છે.

આ પણ વાંચો: Book Jail-Past and Present: ગુજરાતના જેલ વિભાગે મેળવ્યો દ્વિતીય ક્રમનો એવોર્ડ

ભૂપેન્દ્ર પટેલે એમ પણ ઉમેર્યું કે, સહકારી ક્ષેત્રે રિ ડિફાઇન, રિ ઇવેન્ટ અને રિ ફોર્મની પ્રધાનમંત્રીની સંકલ્પના સાકાર કરવા ગુજરાતનો સહકાર વિભાગ સજ્જ છે. આ સંદર્ભમાં તેમણે વિભાગની વિવિધ સેવાઓ ઓન લાઇન બને, વેબપોર્ટલ અને સ્માર્ટ ફોન એપ્લીકેશન સુવિધા વિકસે તે દિશામાં સામૂહિક મંથન-ચિંતનની આવશ્યકતા સમજાવી હતી. મુખ્યમંત્રીએ પ્રવર્તમાન કોરોના પછીની સ્થિતિમાં આત્મનિર્ભરતા માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના કે ગુજરાત આત્મનિર્ભર સહાય યોજનાના વ્યાપક અમલમાં કેટેલીક એજન્ટ બનવા પણ અધિકારીઓને પ્રેરક આહવાન કર્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે પ્રાકૃતિક ખેતી-નેચરલ ફોર્મિંગ સેકટરને પ્રોત્સાહન આપવા ખેડૂત સહકારી મંડળીઓ વિશેષ પ્રેરિત કરવાની દિશામાં પણ સહકાર વિભાગ પ્રવૃત્ત બનશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પ્રથમવાર કેન્દ્ર સરકારમાં સહકાર વિભાગ રચવામાં આવ્યો છે. તેની ભૂમિકા પણ આપી હતી. તેમણે ઉમેર્યું કે, દેશના પ્રથમ સહકાર મંત્રી પણ ગુજરાતના પુત્ર અમિતભાઈ શાહ છે ત્યારે રાજ્યનો સહકાર વિભાગ કેન્દ્ર સાથે સંકલન સાધી સહકાર ક્ષેત્રનું આગવું મોડેલ દેશમાં બનશે.

ભૂપેન્દ્ર પટેલે આ ચિંતન શિબિર માત્ર એક કાર્યક્રમ ન બને પરંતુ આવનારા દિવસોમાં સહકાર વિભાગની નવી જનહિતકારી અને સહકારપૂર્ણ કાર્યપ્રણાલિને વધુ સંગીન કરનારો રોડમેપ બને તેવી હિમાયત કરી હતી. મુખ્યમંત્રીએ આ વેળાએ સહકાર વિભાગના વેબપોર્ટલનું લોન્ચીંગ પણ કર્યું હતું.

Gujarati banner 01