CM રુપાણીની ચિંતામાં થયો વધારો, રાજ્યના ખેડૂતો કિસાન પરેડમાં ભાગ લેવા 100 ટ્રેક્ટર લઇને દિલ્હી પહોંચ્યા..!

IMG 20200318 WA0005 edited

ગાંધીનગર, 26 જાન્યુઆરીઃ કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 60થી વધુ દિવસોથી દિલ્હી બોર્ડર ખેડૂત આંદોલન ચાલી રહ્યુ છે. ગુજરાતમાં પણ ખેડૂત આંદોલનને વ્યાપક સમર્થન સાંપડી રહ્યુ છે. અત્યાર સુધી 600થી વધુ ખેડૂતો દિલ્હી બોર્ડર થઇને આંદોલનમાં ભાગ લઇ ચૂક્યાં છે. 26મી જાન્યુઆરીએ ખેડૂતોએ પાટનગર દિલ્હીમાં કિસાન પરેડનુ આયોજન કર્યુ છે. 100 ટ્રેક્ટરો લઇ ગુજરાતી ખેડૂતો દિલ્હી પહોંચ્યાં છે. ગુજરાતમાં ય કૃષિ કાયદાનો વિરોધ થઇ રહ્યો છે. ખેડૂતો સ્વયંભૂ કૃષિ કાયદાના વિરોધમાં છે.

ભાજપે ખેડૂત સંમેલન યોજી ખેડૂતોને સમજાવવા ભારે ધમપછાડા કર્યા હતાં પણ ગુજરાતના ખેડૂતોના મનમાં એ વાત હજુ બેઠી નથી કે,કૃષિ કાયદાથી ખેડૂતોને ફાયદો થશે.સામાન્ય ખેડૂતના કૃષિ કાયદાની તરફેણમાં નથી ત્યારે ગુજરાતમાં ખેડૂત આંદોલનની હવા તેજ બનવા માંડી છે. દિલ્હી કિસાન પરેડમાં ભાગ લેવા ખેડૂતોએ આખી રણનીતી ઘડી કાઢી હતી. અંબાજી દર્શન કરવાના બહાને ખેડૂતો ટ્રેક્ટર લઇને આબુ બોર્ડર સુધી પહોંચ્યાં છે જેથી પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી.

Whatsapp Join Banner Guj

ખેડૂત આંદોલનમાં ભાગ લેવા જવાની ખબર પડતાં પોલીસ આંદોલનકારી ખેડૂતોને નજરકેદ કરી લે છે. આ વાતને પગલે ખેડૂતોએ એક એક ટ્રેકટર લઇને આબુ બોર્ડર સુધી પહોંચ્યા હતાં ત્યીંથી બધા ય ટ્રેક્ટરો લઇને દિલ્હી બોર્ડર સુધી પહોંચ્યાં હતાં.મંગળવારે સવારે ખેડૂતો સવારે દિલ્હી તરફ કૂચ કરશે અને કિસાન પરેડમાં સામેલ થશે.

બનાસકાંઠા, અરવલ્લી ,છોટા ઉદેપુર, દાહોદ, સુરેન્દ્રનગર, વડોદરા અને વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો જ નહીં, માલધારી, આદિવાસી પશુપાલકો ઉપરાંત સ્વૈચ્છિક સંગઠનના કાર્યકરો ટ્રેક્ટરમાં બેસીને દિલ્હી રવાના થયા હતાં. ગુજરાતના ખેડૂતો કૃષિ કાયદાઓ રદ કરવાની માંગ સાથે 26મી જાન્યુઆરીએ સવારે 10 વાગે ટ્રેક્ટર સાથે કિસાન પરેડમાં ભાગ લેશે.

એક બાજુ, ભાજપ ખેડૂત સંમેલનો યોજી કૃષિ કાયદાથી ખેડૂતોન ભરપૂર ફાયદો છે તેવુ સમજાવી રહી છે ત્યારે જ કિસાન નેતાઓએ ગુજરાતમાં એન્ટ્રી કરી છે. હરિયાણાના ખેડૂત નેતા પ્રમોદજીએ આજે જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ખાટલા પરિષદો યોજીને ખેડૂતોેને કૃષિ કાયદો કેટલી હદે ખેતી-ખેડૂતોને બરબાદ કરશે તેની સમજ આપી હતી. અન્ય રાજ્યના ખેડૂત નેતાઓએ હવે વડાપ્રધાનના હોમસ્ટેટમાં ખેડૂતો સાથે બેઠકો યોજી કૃષિ કાયદાના ર્વિરૂધૃધમાં હલચલ શરૂ કરી છે.

Whatsapp Join Banner Guj

ગુજરાતમાં કૃષિ કાયદાના વિરોધની આગ વકરે તેવી સ્થિતી છે.ગુજરાતના ખેડૂતો 100 ટ્રેક્ટર લઇને દિલ્હી પહોંચ્યાં છે.ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતીએ 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાનારી કિસાન પરેડની જેમ ટ્રેક્ટર રેલી યોજવા આયોજન કર્યુ છે. આ ઉપરાંત 27મીએ રાજકોટમાં ખેડૂત સંમેલન પણ યોજાનાર છે.

આ પણ વાંચો….

વડાપ્રધાનએ નેશનલ વોર મેમોરિયલ ખાતે શહીદોને આપી શ્રદ્ધાંજલીઃ રક્ષામંત્રી સહિત ત્રણેય સેનાના વડાઓ પણ હાજર