pm 102 1024x683 1 edited

વડાપ્રધાનએ નેશનલ વોર મેમોરિયલ ખાતે શહીદોને આપી શ્રદ્ધાંજલીઃ રક્ષામંત્રી સહિત ત્રણેય સેનાના વડાઓ પણ હાજર

pm 102 1024x683 1 edited

નવી દિલ્હી, 26 જાન્યુઆરીઃ ભારત અને પોતાના 72મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો છે. આ અવસરે દિલ્હી રાજપથ પર પરેડ નીકળી રહી છે. જ્યાં ભારત પોતાની શક્તિ દુનિયાને દેખાડી રહ્યું છે. સાથે જ અલગ-અલગ રાજ્યોની સંસ્કૃતિની ઝલક પણ દેખાડવામાં આવી છે. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત અન્ય હસ્તિઓએ દેશવાસીઓને આ રાષ્ટ્રીય તહેવારની શુભેચ્છા પાઠવી છે. રાજપથ પર મહેમાનો આવી પહોંચ્યા છે. આ વખતે રાજપથ ખાતે જે દર્શકો આવી રહ્યાં છે, તેમણે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવુ પડશે. આ જ કારણ છે કે દર્શકો વચ્ચે પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવ્યુ છે.

પ્રજાસત્તાક દિનની સવારે પીએમ મોદી નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા છે. અહીં તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ દરમિયાન તેમની સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ત્રણેય સેનાના પ્રમુખની સાથે CDS જનરલ બિપિન રાવત પણ ઉપસ્થિત રહ્યાં હતા. દર વખતે ગણતંત્ર દિવસના જશ્ન પહેલા શહીદોને આ પ્રકારે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

Whatsapp Join Banner Guj

દેશ આજે 72મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યુ છે. આજે 26 જાન્યુઆરીના અવસરે એકવાર ફરી દેશની તાકાત જોવા મળશે પરંતુ કોરોના કાળમાં ગણતંત્ર દિવસનો જશ્ન બદલાયેલો છે. રાજપથ પર દર્શક ઓછા હશે, પરેડ પણ નાની હશે પરંતુ ભારતના શૌર્ય અને પરાક્રમની ગર્જના પૂરી દુનિયા સાંભળશે.

આ પણ વાંચો…

Republic day: દાહોદ ખાતે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી, CM રૂપાણીના હસ્તે થયું ધ્વજવંદન