CM Vijay rupani vaccine

CM Vaccine: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ લીધો

CM Vaccine: કોરોના થયો હોય અને દર્દી સ્ટેબલ હોય તો તેઓ એ પણ ડૉકટરની સલાહ મુજબ વૈકિસન લેવા અપીલ

  • રાજયમા ૪૫ વર્ષથી ઉપરના વ્યકિતઓ માટે ચાલી રહેલ અને તા.૧લી મે થી 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે શરૂ થનાર રસીકરણ કાર્યક્રમમાં રસી લેવા મુખ્યમંત્રીનો અનુરોધ

અહેવાલ: દિલીપ ગજજર

ગાંધીનગર, ૨૧ એપ્રિલ:CM Vaccine: દેશના નાગરિકોને કોરોના ના સંક્રમણથી બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે જેના ભાગરૂપે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર ખાતે કોરોનાની વેકિસનનો પ્રથમ ડોઝ લીધો છે.

ADVT Dental Titanium

કોરોનાની રસી લીધા બાદ મીડિયા સાથે વાતચીત કરતાં મુખ્યમંત્રી કહ્યુ હતું કે,કોરોનાથી બચવા માટે વેકિસન (CM Vaccine) જ અમોધ શસ્ત્ર છે જે આપણને મળ્યુ છે ત્યારે હાલ રાજયમા ૪૫ વર્ષથી ઉપરના વ્યકિતઓ માટે ચાલી રહેલ અને આગામી તા.૧લી મે-૨૦૨૧ થી 18 વર્ષથી ઉપરના તમામ યુવાઓ માટે શરૂ થનાર રસીકરણ કાર્યક્રમમાં સો યુવાઓ-નાગરિકોને રસી લેવા અનુરોધ કર્યો હતો.

Whatsapp Join Banner Guj

તેમણે ઉમેર્યુ હતું કે,પ્રવર્તમાન સંજોગોમા બીજુ સંક્રમણ વધુ વ્યાપક છે અને સંક્રમણ ઝડપથી પ્રસરે છે ત્યારે વેકિસન જ અમોધ શસ્ત્ર પુરવાર થશે એટલે 45 વર્ષથી ઉપરના તમામ નાગરિકો અને જે લોકોને કોરોના થઈ ગયો હોય તેઓ એ પણ ડૉકટરની સલાહ મુજબ વેકિસનના બંન્ને ડોઝ લઈ લેવા તેમણે અપીલ કરી છે.આગામી તા.૧ લી મે-૨૦૨૧ થી ૧૮ વર્ષથી ઉપરના યુવાઓને રસી આપવા માટે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે તે મુજબ ગુજરાત સરકારે પણ આ અંગે આગોતરૂ આયોજન કરીને સંપૂર્ણ વ્યવસ્થાઓ ગોઠવી દીધી છે એટલે યુવાઓ પણ વેકિસન લઈ લે એ અત્યંત જરૂરી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

આ પણ વાંચો…covid positive story: ફેફસામાં ૬૦ ટકાથી વધુ ઇન્ફેક્શન અને ડાયાબિટીસની બીમારી છતાંય માત્ર ૬ દિવસની સારવારમાં ૬૦ વર્ષીય બહેન એકદમ સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા..!