Congress

Congress parivartan yatra in Gujarat: કોંગ્રેસની પરીવર્તન યાત્રા ગુજરાતમાં, 175 બેઠકો પર આ છે આયોજન

Congress parivartan yatra in Gujarat: ગુજરાતના પાંચ ઝોનમાં કોંગ્રેસની પ્રવીણ સંકલ્પ યાત્રામાં અશોક ગેહલોત પાલનપુરથી ઉત્તર ગુજરાત સુધી પરીવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરાવશે.

રિપોર્ટઃ રામ મણિ પાંડેય
અમદાવાદ, 28 ઓક્ટોબર:
Congress parivartan yatra in Gujarat: ભાજપની જેમ કોંગ્રેસના દિગ્ગજોના આંટાફેરા ચૂંટણી બાદ વધશે.  વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વની નજર ગુજરાત પર છે. તેમાં પણ ખડગે અધ્યક્ષ બન્યા બાદ મળેલી બેઠક બાદ ચૂંટણી પ્રચારની રણનિતી ઘડ઼વામાં આવી છે. 31 ઓક્ટોબરથી 5 ઝોનમાંથી પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ કોંગ્રેસ કરાવશે. આ યાત્રામાંથી 175 બેઠકોને આવરી લેવામાં આવશે. વિધાનસભાની ચૂંટણી પહેલા જે રીતે આપ પાર્ટી અને બીજેપીના નેતાઓ એક પછી એક આવી રહ્યા છે એજ રીતે પ્રચાર માટે કોંગ્રેસના દિગ્ગજોએ પણ આયોજન કર્યું છે. 

ભાજપની જેમ જ કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓ હવે ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસની સંકલ્પ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 31 ઓક્ટોબરથી કોંગ્રેસની યાત્રા ગુજરાતના તમામ 5 ઝોનમાં ચાલશે. કોંગ્રેસ હાઈકમાન્ડના આગેવાનો આ પાંચેય ઝોનમાં પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાવશે.

આ પણ વાંચો..Rishi Sunak controversy: પદ સંભાળતાની સાથે જ મુશ્કેલીમાં મુકાયા સુનક, જૂનો વીડિયો થયો વાયરલ

ગુજરાતના પાંચ ઝોનમાં કોંગ્રેસની પ્રવીણ સંકલ્પ યાત્રામાં અશોક ગેહલોત પાલનપુરથી ઉત્તર ગુજરાત સુધી પરીવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરાવશે. ભૂપેશ બઘેલ મધ્ય ગુજરાતની પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવશે. આ ઉપરાંત દિગ્વિજયસિંહ નખત્રાણાથી સૌરાષ્ટ્રની પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરશે. આ ઉપરાંત કમલનાથ સોમનાથથી સૌરાષ્ટ્રની બીજી પરીવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવશે.  મુકુલ વાસનિક દક્ષિણ ગુજરાતથી આ યાત્રાનો જંબુસરથી પ્રારંભ કરાવશે. આમ તમામ ઝોન પર ચૂંટણી પહેલા પ્રચારને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની પાંચ પ્રયાસ સંકલ્પ યાત્રા ગુજરાતની 175 વિધાનસભા બેઠકો પર જશે.

મલ્લિકાર્જુન ખડગે આવશે ગુજરાતના પ્રવાસે 

મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા છે. ત્યારે તેમણે ગુજરાત પ્રદેશના નેતાઓ સાથે પણ પ્રથમ વખત બેઠક યોજી હતી. આ બેઠકમાં આગામી ચૂંટણીને લઈને વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઉમેદવારોના નામ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ખડગેએ નજીકના ભવિષ્યમાં ગુજરાતની મુલાકાત લેવાની તૈયારી દર્શાવી છે. ખડગે 29 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. 

Gujarati banner 01