aman hundal punjab dhaba

The girl started a Punjabi dhaba on the road: સિંગાપુરમાં અભ્યાસ કરી ભારત આવેલી છોકરીએ રસ્તા પર શરૂ કર્યો પંજાબી ધાબા

The girl started a Punjabi dhaba on the road: ધાકડ છોરી- સિંગાપુરમાં અભ્યાસ કરી ભારત આવેલી છોકરીએ રસ્તા પર શરૂ કર્યો પંજાબી ધાબા- કહ્યું મહિલાઓ સંકોચ ન અનુભવે

મોહાલી, 28 ઓક્ટોબર: The girl started a Punjabi dhaba on the road: બદલાતા સમયમાં હવે નોકરી કરવાની પદ્ધતિઓમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. કોરોના કાળ બાદતો કામકાજની રીતમાં ભારે ફેરફાર જોવા મળ્યો છે. પરંતુ જો તમારામાં ટેલેન્ટ હોય તો કામની તો કોઈ કમી જ નથી. પ્રતિભાશાળી લોકો સામે કામ કરવા માટે નવી નવી બારીઓ ખુલતી રહે છે. દરમિયાન સિંગાપોરથી હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરીને પરત ફરેલી યુવતીએ મોહાલી (પંજાબ) (Mohali (Punjab)માં રોડ કિનારે ઢાબો ખોલ્યો છે. યુવતીએ હાલમાં જ એક યુટ્યુબ વીડિયોમાં તેના બિઝનેસ વિશે જણાવ્યું હતું. લોકો યુવતીની હિંમત અને જુસ્સાના વખાણ કરી રહ્યા છે.

અમને સિંગાપોરથી હોટેલ મેનેજમેન્ટનો એડવાન્સ્ડ ડિપ્લોમા કોર્સ કર્યો છે, તે છેલ્લા કેટલાક દિવસોથી પંજાબના મોહાલીમાં રોડ કિનારે ઢાબો લગાવી રહી છે. થોડા દિવસોમાં,તે ખોરાકની ગુણવત્તા અને કિંમતને કારણે ખૂબ લોકપ્રિય બની ગઈ છે. તે ભલે રસ્તાના કિનારે લોકોને ખવડાવે છે, તેમ છતાં તે સ્વચ્છતાનું સંપૂર્ણ પાલન કરે છે. અમન (Aman Hundal) કહે છે કે તે જે પણ ફૂડ પીરસે છે તે ઘરે બનાવેલું હોય છે.

આ પણ વાંચો..Boiled potatoes benefits: શું બટાકા ખાવાથી તમારું વજન ઓછું થાય છે? જાણો આ સત્ય

જણાવી દઈએ કે તે ૬૦ અને ૮૦ રૂપિયાની પ્લેટ આપે છે. તે બપોરે ૧૨ થી ૩.૩૦ સુધી રોડ કિનારે ઢાબા ચલાવે છે. સવારે ૬ વાગ્યાથી ભોજન બનાવવાની શરૂઆત થાય છે.તેમને કહ્યું કે મને લાગે છે કે જેને જે ઈચ્છા હોય તેણે તે કામ કરવું જોઈએ. ઘણા લોકો સંકોચના કારણે બહાર જતા નથી. અમને વીડિયોમાં જણાવ્યું કે તેણે ત્રણ કર્મચારીઓ સાથે કામ શરૂ કર્યું. 

વીડિયો જોયા બાદ ઘણા વખાણ કરી રહ્યા છે. એક યુસરે લખ્યું કે કોઈ પણ કામ નાનું કે મોટું હોતું નથી. ધાબા રાણી ખૂબ મહેનત કરી રહી છે, રસ્તાના કિનારે આ રીતે કામ કરવું સરળ નથી. ભગવાન બહાદુર છોકરીની રક્ષા કરે.

વીડિયો પર ટિપ્પણી કરતા અન્ય યૂઝરે લખ્યું કે આ નવું ભારત છે. કોઈ પણ કામ કરતી વખતે કોઈએ શરમ ન અનુભવવી જોઈએ. ‘એમબીએ ચાયવાલા’ તેનું ઉદાહરણ છે. મનોજ સિંહ નેગીએ લખ્યું કે હું આ છોકરીની પ્રશંસા કરવા માંગુ છું, જે કોઈપણ ખચકાટ વિના પોતાનું કામ કરી રહી છે.

Gujarati banner 01