PM Modi image 1

પીએમ મોદીએ ગુજરાતની સ્થિતિ(cyclone in gujarat) અંગે CM રુપાણી સાથે કરી વાત-ચીત, જાણો શું કહ્યું વડાપ્રધાને…?

ગાંધીનગર, 17 મેઃ ગુજરાતમાં તૌકતે વાવાઝોડા(cyclone in gujarat)ના કારણે દરિયા કિનારાના પ્રભાવિત જિલ્લામાં ઓછામાં ઓછું જાન-માલનું નુકસાન થાય તે માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે. આ સંદર્ભે ગાંધીનગરથી આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિવિધ જિલ્લાઓમાં નિયુક્ત મંત્રીઓ અને પ્રભારી સચિવએ સ્થાનિક સ્તરે વહીવટી તંત્રની સાથે રહીને કરેલી કામગીરીની વ્યક્તિગત ટેલિફોનિક ચર્ચા કરીને પરિસ્થિતિ અને તૈયારીનો તાગ મેળવ્યો હતો.

Whatsapp Join Banner Guj

તૌકતે વાવાઝોડું દક્ષિણપૂર્વ દીવથી 90 કિમી. દૂર છે. જેને લઇને ગુજરાત(cyclone in gujarat)ના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયા રાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવી તસવીરો સામે આવી રહી છે. જો કે, ગુજરાત પર તૌકતે વાવાઝોડાને લઇને પીએમ મોદીએ રાજ્યના સીએમ રૂપાણી સાથે ટેલિફોનીક વાતચીત કરીને સરકારની તૈયારીઓ એંગે ચર્ચા કરી હતી.

જો કે, તૌકતે વાવાઝોડાના સંકટ વચ્ચે ગુજરાત(cyclone in gujarat)ની સ્થિતિ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનીક વાતચીત કરીને ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની સ્થિતીનો સામાનો કરવા માટે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને આ તૌકતે વાવાઝોડાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદ માટેની તત્પરતા પણ મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં વ્યક્ત કરી હતી.

ADVT Dental Titanium

ઉલ્લેખનીય છે કે, ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ ‘તૌકતે’ સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે, તે મુજબ આ સ્ટ્રોમ આજે બપોરે દક્ષિણપૂર્વ દીવથી 90 કિ.મી. દૂર સ્થિત છે. ”તૌકતે” વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 17 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે.હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાત(cyclone in gujarat)માં રાત્રિના 08.00 થી 11.00 કલાક દરમિયાન 155 થી 165  કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શકયતા છે. પવનની ઝડપ 185 કિ.મી. પ્રતિ કલાક સુધી વધી શકે છે. દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 155 થી 165 કિ.મી./કલાક રહેવાની શકયતા વ્યક્ત થઇ રહી છે.

આ પણ વાંચો….

કામની વાત: ધો 10 પાસ ઉમેદવાર માટે સરકારી નોકરી(Government Jobs)ની ઉત્તમ તક, જાણો પગાર તથા અરજી કરવાની છેલ્લી તારીખ