kamal haasan pti281018

નેતામાંથી અભિનેતા બનેલા રાજનેતાએ હાઉસ વાઇફને સેલેરી આપવાનું આપ્યું વચન

kamal haasan pti281018

કાંચીપુરમ, 22 ડિસેમ્બર: અભિનેતાથી રાજનેતા બનેલા કમલ હસનની પાર્ટીએ મોટી જાહેરાત કરી છે. કમલ હાસનને આશ્વાસન આપ્યું છે કે જો તેમની પાર્ટી મક્કલ નિધિ મય્યમ 2021માં તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી સત્તામાં આવે છે તો હાઉસ વાઇફને ઘરના કામકાજ માટે ‘ચૂકવણી’ કરવામાં આવશે. સાથે જ ઘરોમાં હાઇ સ્પીડ ઇન્ટરનેટ સેવા અને ખેડૂતોને કૃષિ આધારિત ઉદ્યોગો દ્વારા ઉદ્યમી બનાવવામાં આવશે.    

whatsapp banner 1

પાર્ટીના શાસન અને આર્થિક એજન્ડા જાહેર કરતાં કમલ હાસને કહ્યું કે ગરીબી રેખાથી નીચેના લોકોને ‘સમૃદ્ધિ રેખા’માં લાવવામાં આવશે. પાર્ટીના એજન્ડામાં કહેવામાં આવ્યું છે, ‘ગૃહણિઓને ચૂકવણી દ્વારા તેમના દ્વારા કરવામાં આવેલા કામોની ઓળખ આપવામાં આવશે, કારણ કે તેમના કામને અત્યાર સુધી ઓળખ આપવામાં આવી નથી અને ના તો ચૂકવણી કરવામાં આવી છે. મહિલાઓનું સન્માન વધારવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આગામી વિધાનસભા ચૂંટણી એપ્રિલ-મે મહિનામાં સંભવિત છે. જોકે એમએનએમ, અન્નાદ્રમુક અને દ્રમુકએ મતદારોના દિલ જીતવા માટે અભિયાન અત્યારથી શરૂ કરી દીધા છે.  

આ પણ વાંચો…

જીભના રંગથી જાણોઃ તમારું સ્વાસ્થ્ય કેવું છે?