Government has formed a special committee: બોટાદ બરવાળામાં બનેલ લઠ્ઠાકાંડની ઘટનાને લઈને રાજ્ય સરકારે બનાવી ખાસ સમિતિ- વાંચો વિગત

Government has formed a special committee: સમિતિ આ ઘટનાના કારણોની તપાસ કરશે અને તેનો વિગતવાર અહેવાલ ત્રણ દિવસમાં સરકારને સુપરત કરશે.

ગાંધીનગર, 26 જુલાઇઃ Government has formed a special committee: બોટાદ બરવાળા મા બનેલ લઠાકાંડની રાસાયણિક દુરુપયોગની ઘટના બની હતી આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે નીચેનાનો સમાવેશ કરતી સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો છે:  

1 સુભાષ ત્રિવેદી, IPS પોલીસ મહાનિરીક્ષક, (ગુના – 1), અધ્યક્ષ CID (ક્રાઈમ અને રેલવે)  

2 એમ.એ. ગાંધી, IAS MD, GSRTC અને ડિરેક્ટર, સભ્ય પ્રતિબંધ અને આબકારી, ગુજરાત.  

એચ.પી. સંઘવી નિયામક (i/c), ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, સભ્ય   સમિતિ આ ઘટનાના કારણોની તપાસ કરશે અને તેનો વિગતવાર અહેવાલ ત્રણ દિવસમાં સરકારને સુપરત કરશે.

આ પણ વાંચોઃ List of diverted route trains: લખનૌ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ચાર ટ્રેનો આંશિક રીતે ડાઇવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
બોટાદના બરવાળા મા સર્જાયેલ લઠાકાંડ ને લઈને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક ગૃહ વિભાગની બેઠક બોલાવી…

લઠ્ઠાકાંડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક બોલાવી જેમાં રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા, ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ રાજ કુમાર સહીત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા..

બેઠકમાં લઠ્ઠાકાંડ મામલે થઈ રહેલી તપાસ અને લેવાયેલા પગલા બાબતે સમીક્ષા કરવામાં આવી…મહત્વનું છે કે બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 28 લોકોનાં મોત તેમજ 30 થી વધુ લોકોની હાલત ગંભીર થઈ હોવાની ચકચારી ઘટના સામે આવી છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ FIR filed against Ranveer Singh: બોલિવુડ એક્ટર રણવીર સિંહ વિરુદ્વ કેસ દાખલ- વાંચો શું છે મામલો?

Gujarati banner 01