432b0427 087f 40c9 9d07 b16ccce7bdcc

Gujarat BJP: ગુજરાતને 182 સીટો કબ્જે કરવા ભાજપના સંકલ્પ સાથે રાજ્યભરમાં અગ્રણી કાર્યકર્તાઓ સાથે પ્રશિક્ષણ વર્ગ શરૂ કર્યા

Gujarat BJP: આજે શક્તિપીઠ અંબાજી ખાતે પણ વિવિધ 3 જિલ્લા માં પ્રશિક્ષણ વર્ગ શરૂ થયો છે અંબાજી માં આજે અમદાવાદ ગાંધીનગર અને મહેસાણા જિલ્લા માં ત્રિદિવસીય રાષ્ટ્રીય પ્રશિક્ષણ વર્ગ અંતર્ગત જિલ્લા પ્રશિક્ષણ વર્ગ ની શરૂઆત થઇ

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 22 ઓક્ટોબરઃ Gujarat BJP: આગામી 2022ના વર્ષ માં ગુજરાત વિધાનસભા ની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો એડવાન્સ કામગીરી માં લાગી ગયા છે ગુજરાત ને 182 સીટો કબ્જે કરવા ભાજપ ના સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીએ એ પણ રાજ્યભર માં અગ્રણી કાર્યકર્તાઓ સાથે પ્રશિક્ષણ વર્ગ પણ શરૂ કર્યા છે.

b665405d bcae 4d9b b064 5a04b3340d2c

આજે શક્તિપીઠ અંબાજી ખાતે પણ વિવિધ 3 જિલ્લા માં પ્રશિક્ષણ વર્ગ શરૂ થયો છે અંબાજી માં આજે અમદાવાદ ગાંધીનગર અને મહેસાણા જિલ્લા માં ત્રિદિવસીય રાષ્ટ્રીય પ્રશિક્ષણ વર્ગ અંતર્ગત જિલ્લા પ્રશિક્ષણ વર્ગ ની શરૂઆત થઇ છે રાજ્ય ના પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ,પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેઝા તેમજ અગ્રણી નેતા નરહરિ અમીન તેમજ હરીન પાઠક જેવા ભાજપાના કદાવર નેતાઓ આજે અંબાજી ખાતે કાર્યકર્તાઓ ના વર્ગો લઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Women Army officers victory in SC: સુપ્રીમ કોર્ટમાં ભારતીય સેનાની 39 મહિલા અધિકારીઓને મળી મોટી જીત- વાંચો શું છે મામલો?

રાષ્ટ્રીય જન સંઘ થી અત્યાર સુધી માં નેતાઓ ની એક ફોટો પ્રદર્શન ગૅલેરી ને ઉપસ્થિત નેતાઓ દ્વારા રીબીન કાપી ખુલ્લી મુકવામાં આવી હતી તેમજ પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને હરીન પાઠક દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રશિક્ષણ વર્ગ નો શુભારંમ કરાવ્યો હતો.

335cb5f6 18a4 41bd 9038 23c79d884eb7

અંબાજીમાં ત્રણ જિલ્લા ના અલગ અલગ જગ્યાએ આ પ્રશિક્ષણ વર્ગો ચાલી રહ્યા છે ને તમામ કાર્યકર્તાઓ ચૂંટણી પૂર્વે પ્રશિક્ષિત થાય અને પ્રતિસ્પર્ધીઓ ને મહાત કરવાંનો અનુભવ મળે તે માટે અને સાથે 2022 ની વિધાનસભા ની ચૂંટણીઓ માં 182 સીટો કબ્જે કરવાનો ભાજપા ના લક્ષ્ય ને સિદ્ધ કરવાના ધ્યેય સાથે આ વર્ગો ચાલવામાં આવી રહ્યા હોવાનુ અમિતભાઇ શાહ (પૂર્વ મેયરઅને અધ્યક્ષ ભાજપા કર્ણાવતી મહાનગર)અમદાવાદનાઓએ જણાવ્યુ હતુ.

Whatsapp Join Banner Guj