Gujarat budget: આજે રાજ્ય નાણામંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરશે, પહેલી વખત પેપર લેસ બજેટ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી- વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat budget

ગાંધીનગર, 03 માર્ચઃ આજે ગુજરાત સરકાર નાણાકીય વર્ષ 2021-22નું બજેટ(Gujarat budget) રજૂ કરશે. વિધાનસભા ગૃહમાં નાણામંત્રી નીતિન પટેલ નવમી વખત બજેટ રજૂ કરશે. જોકે રાજ્યમાં પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ થશે. આ માટે વિશેષ મોબાઈલ એપ્લિકેશન પણ તૈયાર કરાઈ છે. અને આ એપ્લિકેશન પર આજે એક દિવસ માટે વિધાનસભાની કાર્યવાહીનું સીધુ પ્રસારણ થશે. રાજ્ય સરકારે ગુજરાત બજેટના નામથી ઍન્ડ્રૉઇડ મોબાઇલ ઍપ્લિકેશન લૉન્ચ કરી છે. જે અંગ્રેજી તથા ગુજરાતી એમ બે ભાષામાં ઉપલબ્ધ છે.

Whatsapp Join Banner Guj

આજે ગુજરાત સરકાર નાણાકીય વર્ષ 2021-22નું બજેટ રજૂ કરશે. વિધાનસભા ગૃહમાં નાણામંત્રી નીતિન પટેલ નવમી વખત બજેટ રજૂ કરશે. જોકે રાજ્યમાં પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ થશે. આ માટે વિશેષ મોબાઈલ એપ્લિકેશન પણ તૈયાર કરાઈ છે. અને આ એપ્લિકેશન પર આજે એક દિવસ માટે વિધાનસભાની કાર્યવાહીનું સીધુ પ્રસારણ થશે. રાજ્ય સરકારે ગુજરાત બજેટના નામથી ઍન્ડ્રૉઇડ મોબાઇલ ઍપ્લિકેશન લૉન્ચ કરી છે. જે અંગ્રેજી તથા ગુજરાતી એમ બે ભાષામાં ઉપલબ્ધ છે.

નોંધનીય છે કે, કોરોના મહામારીને કારણે વિધાનસભામાં પ્રવેશ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના ટેસ્ટ નહીં કરાવ્યા હોય તેમને વિધાનસભામાં એન્ટ્રી નહીં મળે. વિધાનસભાની બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરાયો છે. જે મુજબ 120 ધારાસભ્યો ગૃહમાં અને 60 ધારાસભ્યો પ્રેક્ષક ગેલેરીમાં બેસશે.

આ પણ વાંચો…

wedding gift: મોંઘવારીને જોતા વર-વધુ લગ્નમાં પેટ્રોલ, ડુંગળી અને ગેસ સિલિન્ડર ભેટમાં આપ્યા…જુઓ વીડિયો