Screenshot 20200502 215119 01

નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કોર કમિટિની બેઠક, રાજ્ય સરકારે(Gujarat government)કોરોના સંક્રમણ નિયંત્રણ લાવવા લીધા 7 મહત્વપૂર્ણ નિર્ણયો, માસ્ક હવે મળશે 1 રુપિયા- વાંચો સંપૂર્ણ અહેવાલ

Gujarat government

ગાંધીનગર, 06 એપ્રિલઃ રાજ્યમાં સતત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે, જેના કારણે ગુજરાત સરકાર(Gujarat government) ભારે ચિંતામાં ઘેરાઇ ગઇ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે સાત જેટલા અત્યંત મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેનો અમલ આજથી કરવામાં આવશે.

  • 8 મહાનગરોમાં 500 બેડની નવી હોસ્પિટલો શરૂ કરાશે  
  • ઓક્સિજન ઉત્પાદકોએ 60% ઓક્સિજન આરોગ્ય ક્ષેત્રે આપવો પડશે  
  • 8 IAS-IFS અધિકારીઓને વિશેષ જવાબદારી 
  • કોવિડ હેલ્થ સેન્ટર માટે રોજના મહત્તમ 2 હજાર રૂપિયા  
  • કોવિડ કેર સેન્ટર માટે દૈનિક 1500 ચાર્જ લઈ શકાશે  
  • સોલા, SVP, સિવિલમાં મળશે રેમડેસિવિર ઈન્જેક્શન  
  • આગામી 3થી 5 દિવસમાં રેમડેસિવિર ઈન્જેક્શન મળશે  
  • ટ્રીપલ લેયર માસ્ક હવે 1 રૂપિયાની કિંમતે મળશે 
  • APMC-અમૂલ પાર્લર પરથી 1 રૂપિયામાં મળશે માસ્ક  
Whatsapp Join Banner Guj

કોવિડ19 ના કેસો વધતા રેમડેસીવીરની માંગ વધી છે. ખાનગી હોસ્પિટલ કે જેમની સાથે કોરોનાની સારવાર મામલે AMC એ MOU કરેલા છે તેને રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવ મુજબ રેકવિઝિશન કરેલી હોસ્પિટલે રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો જાતે મેળવવાનો રહેશે. જેના માટે અમદાવાદ શહેરમાં 3 હોસ્પિટલ નક્કી કરાઈ છે. અમદાવાદમાં આવેલી અસારવા અને સોલા સિવિલ ખાતેથી તેમજ SVP હોસ્પિટલ ખાતેથી કોરોનાની સારવાર માટે AMC એ કરેલા MOU ધરાવતી હોસ્પિટલ રેમડેસીવીરના ઇન્જેક્શન મેળવી શકશે.

ADVT Dental Titanium

ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં આ બેઠકમાં અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવી, ફૂડ એન્ડ ડ્રગ કમિશનર હિતેશ કોષિયા તેમજ આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.

આ પણ વાંચો….

ટેરોકાર્ડ રિડર પુનિત લુલ્લા પાસેથી જાણો, શું કહે છે આજનું તમારી રાશિનું ટેરોકાર્ડ(Tarotcard)- જુઓ વીડિયો