Jai Prakash Shivahare MD Dholera Industrial City Development Limited e1525679888798 795x1200 1 edited

રાજ્યના આરોગ્ય કમિશ્નર જય પ્રકાશ શિવહરે જાહેરનામુ બહાર પાડ્યુંઃ સરકારી બોન્ડ કરેલા ડોકટરો(MBBS doctors)ને ફરજ પર હાજર થવાનો આપ્યો આદેશ

  • સરકારી અનુબંધ ડોકટરોને તરત ડયુટી પર આવવા આદેશ
  • કોરોના ડ્યુટીમાં ના આવનાર ડોકટરો(MBBS doctors) સામે થશે કાર્યવાહી
  • મહામારી અધિનિયમ અંતર્ગત હાથ ધરાશે કાર્યવાહી


ગાંધીનગર,26 એપ્રિલઃ ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસના કારણે રાજ્યમાં બેડ અને ઓક્સિજનની તંગી વચ્ચે હવે તબીબોની પણ કમી વર્તાઈ રહી છે ત્યારે રાજ્ય સરકારે બોન્ડ કરેલા એમબીબીએસ સ્નાતક તબીબોને(MBBS doctors) તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશ કર્યો છે અને હાજર ના થનાર તબીબો સામે કડક કાર્યવાહી કરવાનો પણ નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે , ગુજરાતમાં કોરોના હોસ્પિટલોમાં ડોક્ટરોની કમીના મામલે સરકાર સાથે અનુબંધિત તમામ એમબીબીએસ(MBBS doctors) સ્નાતકોને તરત ડયુટી પર હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે.

MBBS doctors

રાજ્યના આરોગ્ય કમિશ્નર જય પ્રકાશ શિવહરે સોમવારે એક જાહેરનામું બહાર પાડ્યું છે જે અનુસાર રાજ્ય સરકાર મહામારી બીમારી અધિનિયમ હેઠળ કોરોનાની ડયુટી પર હાજર ના થનાર ડોકટરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામાં અનુસાર કોરોનાના દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સરકારી હોસ્પિટલોમાં બેડ વધારવામાં આવ્યા છે. આદેશ કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા તૈયાર આધારભૂત માળખાની તુલનાએ કોરોનાના દર્દીઓની સારવાર માટે માનવીય શક્તિ(MBBS doctors)ની કમી છે.

Whatsapp Join Banner Guj

શિવહરેએ કહ્યું હતું કે અભૂતપૂર્વ રીતે કોરોનાના દર્દીઓની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને તાકીદે ડોક્ટરોની સેવાની જરૂર છે . આદેશમાં કહેવામાં આવ્યું છે કે અનુબંધિત અંદાજે ૧૦૦૦ ડોક્ટર જેને ચિકિત્સા અધિકારી તરીકે નિયુકિત આપી દેવામાં આવી છે તેમણે તરત ડયુટી પર આવવાની જરૂર છે, આ ઉપરાંત તમામ જીલ્લા અને નગર પાલિકાના કમિશનરોને શિવહરેએ નિર્દેશ આપ્યો છે કે પોતપોતાના ક્ષેત્રમાં ડયુટી પર હાજર ના થનાર ડોકટરો(MBBS doctors) સામે મહામારી બીમારી અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે.

ADVT Dental Titanium

આ પણ વાંચો…..

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી(Parimal nathwani)એ કર્યુ ટ્વિટ: દર્દીને દાખલ કરવા મુદ્દે ઉઠાવ્યા સવાલ- જાણો શું કહ્યું…