Jackie Chan join CPC

Jackie Chan join CPC: હોલીવુડના દિગ્ગજ અભિનેતાએ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાવવાની ઇચ્છા વ્યકત કરી- વાંચો સંપૂર્ણ અહેવાલ

Jackie Chan join CPC: 67 વર્ષના જેકી ચેને ગુરુવારે અહીં એક સિમ્પોઝિયમમાં સીપીસીમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી

નવી દિલ્હી, 16 જુલાઇઃ Jackie Chan join CPC: પ્રખ્યાત હોલીવુડ અભિનેતા જેકી ચેને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની પ્રશંસા કરી છે. તેમને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી અને તેની નીતિઓ એટલી પસંદ આવી ગઈ છે કે તેઓ પાર્ટીમાં જોડાવા માટે ઉત્સુક થઈ ગયા છે.

67 વર્ષના જેકી ચેને ગુરુવારે અહીં એક સિમ્પોઝિયમમાં સીપીસી(Jackie Chan join CPC)માં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેમાં ચીનના ફિલ્મ ઉદ્યોગના લોકોએ 1 જુલાઈના રોજ પાર્ટીના શતાબ્દી ઉજવણીમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા આપેલા મુખ્ય ભાષણ અંગે પોતાના વિચારો રજૂ કરવા માટે એકત્ર થયા હતા.

નોંધનીય છે કે અગાઉ, ભૂતપૂર્વ બ્રિટીશ કોલોનીમાં ચીનની દમનકારી નીતિઓને ટેકો આપવા બદલ તેમની ટીકા થઈ હતી. ઉલ્લેખનીય છે કે જેકી ચેન જાણીતા અભિનેતા છે. તેમના અભિનયના તો ભરપુર વખાણ થાય જ છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ PM Modi interact:દેશમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને વડાપ્રધાન મોદી એક્શનમાં મોડમાં, આ રાજ્યનાં CM સાથે કરશે ચર્ચા- વાંચો વિગત