Raghav patel 1

Raghavji Patel: પદગ્રહણના બાદ તુરંત કૃષિમંત્રી રાઘવજી પટેલે જિલ્લાના પૂરગ્રસ્ત 19 ગામોની મેરેથોન મુલાકાત લીધી

Raghavji Patel: પાક ધોવાણ, પશુ મૃત્યુ સહાય તેમજ જમીન ધોવાણ સહિતની સહાયમાં રાજ્ય સરકાર દ્વારા ધરખમ વધારો કરાયા અંગેની જાહેરાત કરતાં મંત્રી

કૃષિ મંત્રી રાઘવજી પટેલે પદગ્રહણના બાદ તુરંતજામનગર જિલ્લાના ૧૯ પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લઇ લોકોની રજૂઆતો તથા પ્રશ્નો સાંભળ્યા હતા તેમજ દરેક અસરગ્રસ્તને રાજ્ય સરકાર તરફથી યોગ્ય વળતર ચૂકવવાની ખાતરી આપી હતી.

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૦ સપ્ટેમ્બર
: Raghavji Patel: મંત્રીએ જામનગર, ધ્રોલ તથા કાલાવડ તાલુકાના રામપર, મોટી બાણુગર, ખીમરાણા, બાળા, નેવી મોડા, અલીયા, મોડા, બેરાજા, પસાયા, સપડા, ધુતારપર, ધુડશીયા, કાલાવડ, ખંઢેરા, બાંગા, કૃષ્ણપુર, વાગડિયા, નાઘુના તથા કૌંજ ગામની મુલાકાત લીધી હતી અને લોકોની રજૂઆતો પરત્વે પ્રત્યુતર પાઠવતા જણાવ્યું હતું કે સતાના માધ્યમથી ખેડૂતો તથા અસરગ્રસ્તોના પ્રશ્નોને વાચા તેમજ યોગ્ય ન્યાય આપવા પૂરતો પ્રયત્ન કરાશે. પૂર વખતે પણ રાજ્ય સરકારે હેલિકોપ્ટર, એન.ડી.આર.એફ. તથા એસ.ડી.આર.એફ. સહિતની તમામ મદદ પૂરી પાડી હતી ત્યારે હવે પુર બાદની સ્થિતિમાં પણ સરકાર લોકોની પડખે ઉભી છે અને મહત્તમ લાભો લોકો સુધી પહોંચે તે મુજબનું આયોજન કરી રહી છે.

આ પણ વાંચો…Why Vijay Rupani Resign: મુખ્યમંત્રીની રૂપાણીજીની વિદાય કેમ ? ભાજપને શું ફાયદો ?

મંત્રી પટેલએ ગામોની મુલાકાત વેળાએ પાક ધોવાણ, પશુ મૃત્યુ સહાય, જમીન ધોવાણ સહીતની સહાયના ધોરણોમાં ધરખમ વધારો કર્યો છે જેની વિગતવાર જાણ ખૂબ જ ટૂંક સમયમાં સરકાર દ્વારા લોકોને કરાશે તેવી જાહેરાત પણ કરી હતી તેમજ પાક નુકસાની, જમીન ધોવાણ, પશુ મૃત્યુ તથા ઘર વખરી અંગેની નોંધ કરાવવા પણ લોકોને આગ્રહ ભરી વિનંતી કરી હતી.

Raghavji Patel

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, ભરતભાઈ બોરસદીયા, પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયા, જિલ્લા ભાજપ મંત્ર કુમારપાલસિંહ, ભરતભાઈ મોદી, ખેતીવાડી નિયામક, નાયબ ખેતીવાડી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયતના સદસ્યઓ, સરપંચઓ સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

Whatsapp Join Banner Guj