sand crane machine edited

સાવલી તાલુકાના પોઇચા ગામે મહી પટમાં રેતી (sand)નું બિનઅધિકૃત ખોદકામ ઝડપી પાડ્યું

Sand crane machine

ખાણ અને ખનીજ વિભાગે લીધી ડ્રોનની મદદ: સાવલી તાલુકાના પોઇચા ગામે મહી પટમાં રેતી (sand)નું બિનઅધિકૃત ખોદકામ ઝડપી પાડ્યું

  • એક હિટાચી મશીન અને આઠ બિન વારસી હોડીઓ જપ્ત કરી
  • જિલ્લા પોલીસ અને આણંદ જિલ્લા કચેરીની મદદથી કરવામાં આવેલી કાર્યવાહીથી ફફડાટ

વડોદરા, ૧૩ માર્ચ: ખાણ અને ખનીજ વિભાગની વડોદરા કચેરીને સાવલી તાલુકામાં મહી નદીના પટમાં સાદી રેતી (sand)ખનીજના ગેરકાયદે ખોદકામ અને વહનની અવારનવાર લેખિત અને મૌખિક ફરિયાદો મળી હતી. તેના અનુસંધાને આજે વડોદરા ટીમે જિલ્લાના ભાદરવા પોલીસ મથકની મદદ થી આકસ્મિક દરોડા પાડી રેતી ખનીજ ના બિનઅધિકૃત ખોદકામની પ્રવૃતિ ઝડપી પાડી હતી.

ADVT Dental Titanium

આ કાર્યવાહીમાં ડ્રોન ટેકનોલોજીનો સફળ વિનિયોગ કરીને સફળતા મેળવવામાં આવી હતી.
આ અંગે જાણકારી આપતાં ભૂસ્તરશાસ્ત્રી નીરવ બારોટે જણાવ્યું કે જિલ્લા કલેકટર દ્વારા પણ સમયાંતરે ખનીજ ચોરીની પ્રવૃત્તિને ઉગતી જ ડામી દેવાના દિશા નિર્દેશો આપવામાં આવ્યાં છે.અને તે મુજબ સતર્કતા સાથે કાર્યવાહી કરવામાં આવે છે. ડ્રોનથી કરવામાં આવેલા નિરીક્ષણને આધારે આજે ભાદરવા પોલીસની મદદ થી પાડવામાં આવેલા દરોડા દરમિયાન રેતી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ ઝડપી પાડીને એક હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યું હતું કે હાલમાં વડોદરા કચેરીના સુભાનપુરા ગોદામ ખાતે રાખવામાં આવ્યું છે.

Sand crane machine

આ કાર્યવાહી દરમિયાન યાંત્રિક બોટ અને નાવડીઓ સામે પાર ભાગી ગયાનું જણાયું હતું. જેથી આણંદ જિલ્લાની ભૂસ્તશાસ્ત્રીય કચેરીની મદદથી કાર્યવાહી કરીને આઠ બિન વારસી હોડીઓ જપ્ત કરવામાં આવી હતી જે આણંદ કચેરીના કબ્જા હેઠળ રાખવામાં આવી છે.
આ કાર્યવાહીના પગલે રેતી ખનીજનું ગેરકાયદે ખોદકામ અને વહન કરનારાઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

Whatsapp Join Banner Guj

બારોટે વધુમાં જણાવ્યું કે આ વિસ્તારમાં અગાઉ પણ આ પ્રકારની બિન અધિકૃત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લીઝ ધારકોને ઝડપવામાં આવ્યા હતા અને લીઝ બંધ કરાવવાની સાથે મોટી રકમનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લાના કરજણ અને વડોદરા તાલુકાઓમાં પણ ખનીજ ચોરી અટકાવતા કડક પગલાં ભૂતકાળમાં લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો…તારક મહેતા કા ઉલટા ચશ્માની ટીમનાં નટુકાકા (Natukaka) કેન્સર સામેની લડાઈ જીતી માતાજીની બાધા પુરી કરી