12 special trains restart: પશ્ચિમ રેલ્વે દ્વારા 12 સ્પેશિયલ ટ્રેનોને પુનર્સ્થાપિત કરવાનો નિર્ણય

12 special trains restart: કનફર્મ ટિકિટવાળા મુસાફરોને જ આ સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ રહેશે.

અમદાવાદ , ૧૭ જુલાઈ: 12 special trains restart: મુસાફરોની સુવિધા અને તેમની માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા આગામી સૂચના સુધી 12 સ્પેશિયલ ટ્રેનોને પુનર્સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 મંડળ રેલ પ્રબંધક અમદાવાદ દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ આ ટ્રેનોની વિગતો નીચે આપેલ છે: –

1. ટ્રેન નંબર 09123/09124 બાન્દ્રા ટર્મિનસ-જામનગર હમસફર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (ત્રી-સાપ્તાહિક)

ટ્રેન નંબર 09123 બાન્દ્રા ટર્મિનસ – જામનગર સ્પેશિયલ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી દર સોમવાર, ગુરુવાર અને શનિવારે 23.55 કલાકે ઉપડશે અને બીજા જ દિવસે 14.25 કલાકે જામનગર પહોંચશે. આ ટ્રેન 24 જુલાઈ, 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આવી જ રીતે ટ્રેન નંબર 09124 જામનગર – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન દર મંગળવાર, શુક્રવાર અને રવિવારે 20.00 કલાકે જામનગરથી ઉપડશે અને બીજા દિવસે 09.30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

આ ટ્રેન 25 જુલાઈ, 2021 થી આગળની સૂચના સુધી દોડશે. મુસાફરી દરમિયાન આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને હાપા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર અને સ્લીપર ક્લાસ કોચ રહેશે.

2. ટ્રેન નંબર 09235/09236 બાન્દ્રા ટર્મિનસ – ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (સાપ્તાહિક)

ટ્રેન નંબર 09235 બાન્દ્રા ટર્મિનસ – ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી દર સોમવારે 16.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.40 કલાકે ભાવનગર પહોંચશે. આ ટ્રેન 26 જુલાઈ, 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આવી જ રીતે ટ્રેન નંબર 09236 ભાવનગર ટર્મિનસ – બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન ભાવનગર ટર્મિનસથી દર રવિવારે 17.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.50 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

Whatsapp Join Banner Guj

આ ટ્રેન 25 જુલાઈ, 2021 થી આગળની સૂચના સુધી દોડશે. મુસાફરી દરમિયાન ટ્રેન બંને દિશામાં બોરીવલી, દહાનુ રોડ, વાપી, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, વિરમગામ, જોરાવરનગર, બોટાદ, ઢોલા, સોનગઢ અને સિહોર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ રહેશે.

3. ટ્રેન નંબર 09419/09420 અમદાવાદ-સોમનાથ સ્પેશિયલ ટ્રેન (દૈનિક)

ટ્રેન નંબર 09419 અમદાવાદ – સોમનાથ સ્પેશિયલ ટ્રેન દરરોજ 10.40 કલાકે અમદાવાદથી ઉપડશે અને તે જ દિવસે 19.40 કલાકે સોમનાથ પહોંચશે. આ ટ્રેન 21 જુલાઈ, 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આવી જ રીતે ટ્રેન નંબર 09420 સોમનાથ – અમદાવાદ સ્પેશિયલ ટ્રેન સોમનાથથી દરરોજ 06.35 કલાકે ઉપડશે અને તે જ દિવસે 16.25 કલાકે અમદાવાદ પહોંચશે.

આ ટ્રેન 22 જુલાઈ, 2021 થી આગળની સૂચના સુધી દોડશે. મુસાફરી દરમિયાન ટ્રેન બંને દિશામાં સાબરમતી, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, ભક્તિનગર, ગોંડલ, વિરપુર, નવાગઢ, જેતલસર, જુનાગઢ, કેશોદ, માલીયા હટીના, ચોરવાડ રોડ અને વેરાવળ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને સેકન્ડ ક્લાસ સિટિંગ કોચનો સમાવેશ છે.

4. ટ્રેન નંબર 09303/09304 વેરાવળ – ઇન્દોર મહામના સ્પેશિયલ ટ્રેન (સાપ્તાહિક)

ટ્રેન નંબર 09303 વેરાવળ – ઇન્દોર સ્પેશિયલ ટ્રેન વેરાવળથી દર બુધવારે 22.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 17.05 કલાકે ઈન્દોર પહોંચશે. આ ટ્રેન 21 જુલાઈ, 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આવી જ રીતે ટ્રેન નંબર 09304 ઇન્દોર – વેરાવળ સ્પેશિયલ ટ્રેન દર મંગળવારે ઈન્દોરથી 22.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 16.25 કલાકે વેરાવળ પહોંચશે.

આ ટ્રેન 20 જુલાઈ, 2021 થી આગળની સૂચના સુધી દોડશે. મુસાફરી દરમિયાન ટ્રેન બંને દિશામાં દેવાસ, ઉજ્જૈન, રતલામ, ગોધરા, અમદાવાદ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ સ્ટેશનો પર રોકાશે. સુરેન્દ્રનગર સ્ટેશન પર ટ્રેન નંબર 09304 ને અતિરિક્ત સ્ટોપેજ આપવામાં આવશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ રહેશે.

5. ટ્રેન નંબર 02931/02932 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ડબલ ડેકર સ્પેશિયલ ટ્રેન

ટ્રેન નંબર 02931/02932 મુંબઇ સેન્ટ્રલ – અમદાવાદ ડબલ ડેકર સ્પેશિયલ ટ્રેન 21 જુલાઇ, 2021 થી રવિવાર સિવાય તમામ દિવસો માટે પુન:સ્થાપિત કરવામાં આવશે.

6. ટ્રેન નંબર 09309/09310 ગાંધીનગર કેપિટલ – ઇન્દોર શાંતિ એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન

ટ્રેન નંબર 09309 ગાંધીનગર કેપિટલ – ઇન્દોર સ્પેશિયલ ટ્રેનના ફેરા 22 જુલાઇ, 2021 થી દૈનિક અને ટ્રેન નંબર 09310 ઇન્દોર – ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ ટ્રેનના ફેરા 21 જુલાઇ, 2021 થી દૈનિક ચલાવવા માટે પુન:સ્થાપિત કરવામાં આવશે.

આ પણ વાંચો…7th pay commission: કેન્દ્રીય કર્મચારીના નિધન બાદ પરિવારને મળે છે કેટલું પેન્શન? વાંચો મહત્વની માહિતી

ટ્રેન નંબર 09419, 09420, 09303 અને 09304 માટે બુકિંગ 18 જુલાઇ, 2021 થી શરૂ થશે અને 20 જુલાઇ, 2021 થી ટ્રેન નંબર 09123, 09124, 09235 અને 09236 નું બુકિંગ નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.

મુસાફરો ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને સ્પેશિયલ ટ્રેનોની સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. નોંધનીય છે કે કનફર્મ ટિકિટવાળા મુસાફરોને જ આ સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ રહેશે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરી છે.