money 7th pay commission

7th pay commission: કેન્દ્રીય કર્મચારીના નિધન બાદ પરિવારને મળે છે કેટલું પેન્શન? વાંચો મહત્વની માહિતી

7th pay commission: સરકારે કર્મચારીના નિધન બાદ પરિવારને મળનારા પેન્શનને લઈને નિયમમાં ફેરફાર કર્યો હતો. તેનાથી કર્મચારીના મોત બાદ તેના પરિવાર કે આશ્રિતને થોડી રાહત મળશે

નવી દિલ્હી, 17 જુલાઇઃ 7th pay commission: કોરોના કાળમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓ સાથે જોડાયેલા અનેક નિયમોમાં ફેરફાર કર્યો છે. તેમાંથી કેટલાક પેન્શન સાથે જોડાયેલા છે. થોડા દિવસ પહેલા સરકારે કર્મચારીના નિધન બાદ પરિવારને મળનારા પેન્શનને લઈને નિયમમાં ફેરફાર કર્યો હતો. તેનાથી કર્મચારીના મોત બાદ તેના પરિવાર કે આશ્રિતને થોડી રાહત મળશે. આવો આ નિયમ વિશે માહિતી મેળવીએ. 

આ છે નિયમ– સરકારી કર્મચારીના આશ્રિતને છેલ્લી ચુકવણીના 50 ટકા પેન્શનના અધિકારને પ્રાપ્ત કરવા માટે 7 વર્ષની ન્યૂનતમ સેવાની જરૂરી શરતને ખતમ કરી દેવામાં આવી છે. તે હેઠળ જો કોઈ સરકારી કર્મચારીની 7 વર્ષની સેવા પૂરી થતાં પહેલા જ મૃત્યુ થાય છે તો પણ કર્મચારીના પરિવારને તેની છેલ્લી ચુકવણીના 50 ટકા રકમ પેન્શન તરીકે નક્કી કરવામાં આવશે.

સરળ ભાષામાં સમજો તો સરકારી કર્મચારીના મોત બાદ મળનાર પેન્શનને લઈને જે બાધ્યતા હતી, તેને હટાવી દેવામાં આવી છે. પહેલા આ નિયમને કારણે અનેક કર્મચારીઓના આશ્રિત 50 ટકા પેન્શનથી ચુકી ગયા હતા. 

બુધવારે સરકારે કેન્દ્રીય કર્મચારીઓના ડીએ એટલે કે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. મોંઘવારી ભથ્થાની સાથે કર્મચારીઓના એચઆરએ એટલે કે હાઉસ રેન્ટ એલાઉન્સમાં પણ વધારો થયો છે.

સરકારના આ નિર્ણયથી કેન્દ્ર સરકારના આશરે 50 લાખ કર્મચારીઓને ફાયદો થવાનો છે. તો ડીઆર એટલે કે મોંઘવારી રાહતમાં પણ વધારો થયો છે. તેનાથી 62 લાખથી વધુ પેન્શનરોને લાભ મળશે. 

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ hindi nimn shreni exam: હિન્દી ભાષાની ‘‘નિમ્નશ્રેણી’’ પરીક્ષા આગામી ૨૨,૨૩ અને ૨૪ જુલાઇએ યોજાશે- વાંચો વિગત