Ahmedabad-Delhi Ashram Express Train: હવે આ સ્ટેશનથી ચાલશે અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ટ્રેન, જાણો…

Ahmedabad-Delhi Ashram Express Train: 1 ફેબ્રુઆરી 2024થી અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ટ્રેનનું પરિચાલન અમદાવાદને બદલે સાબરમતીથી થશે

અમદાવાદ, 20 ડિસેમ્બરઃ Ahmedabad-Delhi Ashram Express Train: રેલ પ્રશાસન દ્વારા 01 ફેબ્રુઆરી 2024થી ટ્રેન નંબર 12915/12916 અમદાવાદ-દિલ્હી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ ટ્રેન નું પરિચાલન (આગમન પ્રસ્થાન) અમદાવાદ રેલવે સ્ટેશનને બદલે સાબરમતીથી (ધર્મનગર ની તરફ) થી ટ્રેન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 12915 અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ 01 ફેબ્રુઆરી 2024 થી અમદાવાદને બદલે સાબરમતી થી 19:40 પ્રસ્થાન કરશે. એ જ રીતે ટ્રેન નંબર 12916 દિલ્હી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ 01 ફેબ્રુઆરી 2024થી સાબરમતી સ્ટેશન પર આગમન 05:55 વાગ્યે થશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશન પર જ ટર્મિનેટ (સમાપ્ત) થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.

મુસાફરોને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના, રૂટ અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો… Surendranagar ADM released notification: સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો